Abtak Media Google News

૮૮૭૭૭ વિદેશી દારૂ કબ્જે કરતી બોર્ડર રેન્જ

પૂર્વ કચ્છના વાગડ પટ્ટામાં અમુક બુટલેગરો ફાટીને ફુલેકે ચડવા પામી ગયા હોય તેમ કાયદાને સતત પડકાર ફેકી રહ્યા હતા ત્યારે વર્તમાન કચ્છ બોર્ડર રેન્જના વડા મોથલીયા અને તેમની પેરોલફર્લોની ટુકડી દ્વારા તાજેતરમાં જ રાપર પટ્ટાના એક માથાભારે અને વોન્ટેડ બુટલેગર પર ન માત્ર દરોડો પાડયો બલ્કે તે બુટલેગરને જ જેલના સળીયા ગણતો કરી દેવાની સ્થિતિમાં લાવી દીધો છે એટલે કે મુદ્દામાલ સાથે આ માથાભારે અને વોન્ટેડ શખ્સને પકડી પાડયો હોવાથી વાગડના બુટલેગર તત્વોમાં ભારે સનસનાટી સાથે સોપો જ વ્યાપી જવા પામી ગયો હોવાનો વર્તારવો સામે આવવા પામી રહ્યો છે.

બોર્ડર રેન્જ ભુજના પીઆઇ બી.એસ.સુથાર અને તેમની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે આડેસર વિસ્તારમાં ત્રણ પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીની વોચ વખતે હરીસિંહ જોરૂભા વાઘેલા(ઉંમર ૩૮ રહે. દરબારગઢ કિડીયાનગર,રાપર)ને વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ. અલગ અલગ બ્રાન્ડની ૧૪૪ બોટલ,૧૮૦ એમ.એલ.ના ૨૪૯ કવાટરીયા,બીયરના ૬૫ ટીન,૩૭૫ એમ.એલના ૧૬ કવાટરીયા મળી કિંમત ૮૮,૭૭૭ અને બે મોબાઈલ ફોનની કિંમત ૧૦૦૦ સહિત  ૮૯,૭૭૫ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.આગળની કાર્યવાહી માટે આરોપીને આડેસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.રેન્જ આઈજી દ્વારા આવા ભાગેડુ અને નાસ્તા ફરતા આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા માટે ખુદની ટીમને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપીને દબોચી લેવામા આવતા રાપર પટ્ટાના માથાભારે બની બેઠેલા બુટલેગર આલમમાં પણ ગભરાટ સાથે સોપો જ પડી જવા પામી ગયો હોવાનો વર્તારવો જોવાય છે.આ કામગીરી પીએસઆઈ એન.વી.રહેવર, કોન્સ્ટેબલ જનકભાઈ લકુમ, હરપાલસિહ જાડેજા જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.