મિત્રતાના સંબંધો સાચવવા છે ? તો આ વાતોનું રાખો ધ્યાન

502

નાનાપણથી લઈ જીવનભર દરેક સંબંધો સાથે એક ખાસ સંબંધ બની જતો હોય છે.  ત્યારે આવો જ એક સંબંધ જે દરેક બાળકને   ઘરમાં માતા-પિતા અને સગા સાથે રહેતા થઈ જાય તેવો આ ક્યારેક ખૂબ સરળ સંબંધ તે મિત્રતા. દરેકને જીવન સાથે અનેક પરીવર્તન પણ સમજાવી જાય તેવી આ સુંદર મિત્રતા. તો જીવનમાં જ્યારે આ સંબંધ જોડાય તો તે બનાવે દરેકને એકદમ ખાસ. મિત્રતા કોને કહેવાય ? તો મિત્રતા એટલે જ્યાં કહ્યાં વગર બોલાય અને વિચાર્યા વગર હસી શકાય. તેવી આ મિત્રતા.

 • દીકરો : આજે મારો ખાસ ભાઈબંધ નાસ્તા વખ્તે બાધ્યો.
 • મમ્મી : કોણ? પહેલો રીતુ ? હા, શું કામ? બેટા
 • દીકરો : તેને મે ખાલી એટલું કીધું કે તું આજે મારો ભવતો નાસ્તો તમે આપ્યો હતો, તો ખાલી મે એને કહ્યું કે આ છેલ્લું થોડું છે તો હું ખાઈ લવ તું તારો નાસ્તો કર..
 • મમ્મી : શું આવું કર્યું ? ના કરાય ને તારે ?
 • દીકરો : મને શું ખબર તેને ગમશે નહીં.                                                                                  તો આ રીતે ક્યારેક નાની વાતોમાથી મોટી વાત બની મિત્રતા બગડી જતી હોય છે. ત્યારે આ નાની વાતો યાદ રાખો તો તમારી મિત્રતા હમેશા કોઈપણ સાથે રહશે. જીવનમાં એક મિત્ર તે અનેક સંબંધો સામે એક ઢાલ સમાન છે. મિત્ર તો જીવનમાં દરેક સંબંધને કઈ વિશેષ બનાવે છે. અનેક વાર એકલતામાં અનેક વાર મુશ્કેલી સાથ આપે તે આ મિત્ર. ત્યારે જીવનમાં દરેકને મિત્રને બહુ ચિંતા હોય. કારણ તે દરેક માટે ખાસ હોય.
 • સૌ પ્રથમ નાની વાતને વધારવી નહીં આથી વિવાદ થાય  છે તો તેવી વાત ટાળો.
 • કહ્યું હોય તે સમય અને ટાઈમ પર મળી જવું જોઈએ. ક્યારેક સમય પર ના પોચવાથી અનેક નાની વાતનું ખોટું લાગી જતું હોય છે.
 • દરેક સંબંધ અને વાતને જ્યાં સુધી જરૂરી ના હોય તે સુધી વધારો નહીં
 • નાની વાતોતે વધુ અગત્યતા ના આપવી
 • કોઈ મિત્ર સાથે હોય તો પોતાનામાં વ્યસ્ત રહેવા કરતાં તેની સાથે વાત કરવી.
 • દરેક મિત્ર સાથે હોય ત્યારે ક્યારેક ના ગમતું હોય તો પણ તેને વ્યક્ત કરવા કરતાં જેમ તેને કહે તેવું થાય તેવું કરો.
 • હાલના સમયમાં ચાલતી અનેક વાતો અને આસપાસની વાતોને યાદ રાખો અને તેને મળ્યા બાદ આ બાબતની વાત કરો.
 • જીવનમાં મીઠાશ રાખો અને દરેક વાતને એકદમ સરળ સમજો.
 • સમય અનુસાર તેની સાથે વાત કરો અને તેને તેના સમય પર આજના યુગના અનેક મધ્યમથી મળતા રહો.
 • સમય અંતરે તેની સાથે વાત કરો.
 • ક્યારેક ખરાબ વાત તરફ જાવ તો તે પહેલા
 • જ અનેક સારી વાત કરવા માંડો.

તો આવી અનેક વાતો સાથે મિત્રતામાં રાખો ધ્યાન અને તેનાથી બનાવો તમારા દરેક જીવનના પળને એકદમ ખાસ.

Loading...