Abtak Media Google News

કોરોનાને લઈ જે રીતે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે તેનાથી લોકો પૂર્ણત: ઘરમાં કવોરન્ટાઈન થઈ ગયા હોય તેવું લાગે છે. આ સમયગાળા દરમિયાન લોકોને લિજ્જતદાર અને લજીસ ખોરાક કેવી રીતે મળી શકે તે પણ એટલું જ જાણવું જરૂરી છે. લોકડાઉનનાં સમયમાં લોકો ઘરનું આરોગી થાકી જતા હોય છે અને તેઓને કોઈ નવો ટેસ્ટ મળે તે માટે પણ ચર્ચા-વિચારણા કરતા હોય છે ત્યારે એવી તો કેવી વાનગી બનાવી કે જે તમામને મજા આવે અને તેને આરોગી આનંદ પણ મેળવી શકે ત્યારે આજે એવા સ્ટાટરોની રેસીપી આપણે આપીશું કે જેનાથી આપ રેસ્ટોરન્ટને પણ ટકકર આપો તેવા સ્ટાટર ઘરે જ બનાવી શકશો.

પનીર સાતે

Keep Munching On These Healthy Eats Through The Day Without Guilt

જરૂરીયાતની સામગ્રી

૨૦૦ ગ્રામ પનીર, ૨ ચમચી રેડ કરી પેસ્ટ, ૨ ચમચી કોકોનેટ મિલ્ક, ૨ લાલ મરચા, ૩૦ એમએલ તેલ, ૧ લેમન ગ્રાસ લીવઝ, ૨ લેમન લીવઝ,  ૫ ગ્રામ ધાણા અને સ્વાદ અનુસાર મીઠુ

પીનટ સોસ બનાવવા માટેની સામગ્રી

અડધી ચમચી તેલ, એક ચોથી ચમચી જીરૂ, એક ચમચી રેડ કરી પેસ્ટ, ૩ લેમન લીવઝ, ૫ ગ્રામ ધાણા, ૨ ગ્રામ ગલંગર, ૩ લાલ મરચા અને સ્વાદ અનુસાર મીઠુ

બનાવવાની રીત

પનીર સિવાયની તમામ ખાદ્ય સામગ્રીઓને બાઉલમાં એક સાથે ભેગી કરવી ત્યારબાદ પનીરના જીણા ટુકડા કરી પનીર ઉપર જે સામગ્રીને ભેગી કરવામાં આવી છે તેને રાખવી અને પનીર તથા મિકસ કરેલી સામગ્રીઓને મેરીનેટ કરી એક કલાક માટે રાખી મુકવું ત્યારબાદ પીનટ સોર્સ બનાવવા માટે એલ્યુમીનીયમ બાઉલમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખવું જયારે જીરું ચડે ત્યારે ચાની પતિ, ડુંગળીની પેસ્ટ નાખી એક મિનિટ સુધી તેને હલાવવું આ તમામ સામગ્રીઓને સાથે હલાવી સોર્સ જયારે ગાઢ બને ત્યારે તેને ધીમા તાપે ચઢવા દેવું અને ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકાશે. પનીર સાથે બનાવવા માટે નોન સ્ટીક તવાને ગરમ કરવાનું રહેશે જેમાં તમામ પનીરનાં સાતેને મધ્ય તાપે પકાવવાનું આવશ્યક છે અને આ થઈ જાય ત્યારે તેને પીનટ સોર્સ સાથે આરોગી શકશો.

વેજીટેબલ અને ઓટસ કટલેટ

Keep Munching On These Healthy Eats Through The Day Without Guilt2

જરૂરીયાતની સામગ્રી

મેંદો ૧/૪ કપ, પાણી ૧ કપ, જીણા સમારેલા કોબીચ અડધો કપ, કારા મરી ૧/૪ ચમચી, લાલ મરચાનો પાઉડર ૧/૪ ચમચી, ૨૦ ગ્રામ છુંદેલા ગાજર, ૨૦ ગ્રામ છુંદેલા કઠોર, ૨૦ ગ્રામ છુંદેલા વટાણા, ૧૦૦ ગ્રામ ફણગાવેલા કઠોર, ૩૦ ગ્રામ કોટેઝ ચીઝ, ૪૦ ગ્રામ ઓટસ પાઉડર, ૫ ગ્રામ જીરું, ૫ ગ્રામ છુંદેલુ લસણ, ૫ ગ્રામ જીણા સમારેલા લીલા મરચા, મીઠુ તથા હિંગ સ્વાદ અનુસાર

બનાવવાની રીત

કટલેટ બનાવવા માટે સૌપ્રથમ તો સ્વાદ અનુસાર લીલા મરચા, પાણી અને મીઠુ નાખી તેની પેસ્ટ બનાવો. આ માટે તમારે જે ધ્યાન રાખવાનું છે એ છે કે પેસ્ટ થોડી ઘટ બને ત્યારે તેમાં ઓટસ પાઉડરને મીકસ કરી તેને ભેગુ કરવું. હવે એક વાસણ લઈ તેની અંદર કાળા મરી, લાલ મરચા, કોથમીર, ગાજર, આદુની પેસ્ટ તથા ગરમ મસાલાની સાથે ચાર્ટ મસાલો ઉમેરી તેને તૈયાર કરો. આ માટે સૌપ્રથમ પેનમાં તેલને ગરમ કરવા મુકો હવે જે મસાલો તૈયાર કર્યો છે તેના નાના-નાના ગુલા બનાવી લો ત્યારબાદ કોઈપણ શીપમાં કટલેટને તમે બનાવી શકો છો ત્યારે આ ગુલાનો એક નાનકડો કટકો તેલમાં નાખીને જોવો કે તેલ ચડી ગયું છે કે કેમ ? તેલ ચડી જાય પછી ધીમે-ધીમે એક પછી એક ગુલુ મુકીને કટલેસ તૈયાર કરો જયારે તેલમાં કટલેસ બ્રાઉન રંગની થાય ત્યારબાદ તેને કડાઈમાંથી બહાર કાઢી ટમેટાની ચટણી સાથે આરોગો.

કોથીમ્બર વડી

Keep Munching On These Healthy Eats Through The Day Without Guilt3

જરૂરીયાતની સામગ્રી

૨૫૦ ગ્રામ ચણાનો લોટ, ૧૦૦ ગ્રામ કોથમરી, ૧૦ ગ્રામ આદુ, ૧૦ ગ્રામ લસણ, સહેજ અજમો, ૫ ગ્રામ આખા જીરૂ, ૫ ગ્રામ સરસોના દાણા, ૧૦ ગ્રામ જીરુ પાઉડર, ૧૦ ગ્રામ ગરમ મસાલો, ૨૦ ગ્રામ સેકેલા શીંગદાણા, ૩ ગ્રામ હિંગ, ૧૦ ગ્રામ હળદર પાઉડર, સ્વાદ અનુસાર મીઠુ, ફ્રાય કરવા માટે ૫૦૦ એમએલ તેલ અને ૧૫ ગ્રામ લીલા મરચા.

બનાવવાની રીત

એક કપ બાઉલમાં ચણાના લોટની સાથે સ્વાદ અનુસાર મીઠુ ઉમેરો ત્યારબાદ પાણી નાખીને જરૂરીયાત મુજબનું ખીરુ તૈયાર કરો. કડાઈમાં તેલ ગરમ થયા બાદ જીરું, ચપટી હિંગ, લીલા મરચાની પેસ્ટ, ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ નાખી તેને ધીમા તાપે હલાવો ત્યારબાદ તેમાં એક ચમચી હળદર, એક ચમચી લાલ મરચુ નાખી તેને હલાવો ત્યારબાદ એમાં ૧૦૦ ગ્રામ કોથમરી ઉમેરી અને તેને ૨ થી ૩ મિનિટ સુધી હલાવવું ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠુ અને ચણાનાં લોટનું જે ખીરુ તૈયાર થયું હોય તે નાખવું અને વ્યવસ્થિત રીતે હલાવવું. બાઉલ પર ઢાંકણુ ઢાંકી ૫ મિનિટ સુધી વાનગીને ચઢવા દેવી ત્યારબાદ એક થાળીમાં તેલનું ગ્રીસ કરી બનાવવામાં આવેલા મીકચરને યથાયોગ્ય રીતે પાથરવું. મીકચર ઠંડુ થયા બાદ તેને ડાયમંડ શેપમાં કાપીશું પછી તેને અલગ બાઉલમાં કાઢીશું આ પછી ગેસ પર પેનમાં સેલો ફ્રાય કરી શકાય તેટલું તેલ મુકીશું આ તેલમાં કાપવામાં આવેલી વડીને બંને સાઈડ ધીમી આંચે તરીશું. હવે તૈયાર છે તમારી કોથીમ્બર વડી. આ કોથીમ્બર વડી તમે લીલી ચટણી સાથે આરોગી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.