રોકાણ કરવું છે? ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરશો તો નહીં લાગે તમારા મૂડી રોકાણને કાટ…

કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થતંત્રને કમરતોડ ફટકો પહોંચ્યો છે. ડોલર અને શેરબજાર સહિતના રોકાણના માધ્યમમાં કડાકા બોલી ગયા છે ત્યારે સોનુ રોકાણનું સૌથી સુરક્ષિત માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. નિષ્ણાંતોના મત અનુસાર અત્યારે સોનામાં રોકાણ કરવાનો વિકલ્પ સુરક્ષિત છે.

સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (એસજીબી) માટે સરકાર દ્વારા સબ્સ્ક્રિપ્શન શરૂ કરવામાં આવ્યું છે છે. ચાલુ નાણાકીય વર્ષમાં પાંચમી વખત ગોલ્ડ બોન્ડ સરકારે બહાર કાઢયા છે. આરબીઆઈએ વર્તમાન સિરીઝ માટે પ્રતિ ગ્રામ 5,334 રૂપિયા નક્કી કર્યા છે. આવી સ્થિતિમાં, જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પછી તમે ફીઝીકલ સોનું ખરીદવા કરતાં આ બોન્ડમાં રોકાણ કરવાનું પસંદ કરી શકો છો. આની પાછળ ઘણા કારણો છે. આવી સ્થિતિમાં તમારે એસજીબીમાં કયા કારણોસર રોકાણ કરવું જોઈએ અને તે તમારા માટે નફાકારક વ્યવહાર કેવી રીતે સાબિત થઈ શકે છે.

ચોરી અથવા છેતરપિંડીનો ભય નથી:

જો તમે રોકાણ કરવાના હેતુથી મોંઘા ઝવેરાત ખરીદવા જઇ રહ્યા છો, તો હંમેશા તમારા મગજમાં બે પ્રકારનો ડર રહે છે. સૌ પ્રથમ તમે ઝવેરાતની સલામતી વિશે ચિંતા કરો છો. તમારે તે માટે લોકર લેવું પડશે. બીજું, તમને ઝવેરાતની ગુણવત્તા વિશે શંકા જશે. જેથી ગોલ્ડ બોન્ડ્સમાં તમારે ગુણવત્તાની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ બોન્ડમાં તમને સરકાર તરફથી બાંયધરી મળી છે અને રિઝર્વ બેંક 999 ગુણવત્તા એટલે કે 24 કેરેટ સોનાના ભાવના આધારે ઇશ્યૂ પ્રાઈસ નક્કી કરે છે.

સ્ટોરેજ પર કોઈ ખર્ચ થતો નથી:

જો તમે ભૌતિક સોનું ખરીદો છો, તો તમે તેને રાખવા માટે બેંકમાં લોકર ખોલો છો. આ માટે તમારે દર વર્ષે ફી ભરવાની રહેશે. તે જ સમયે, એસજીબી ઇલેક્ટ્રોનિક સિક્યોરિટીઝ છે, તેથી તમારે તેને રાખવા માટે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો પડશે નહીં.

કેટલું વળતર મળશે?:

એસજીબીની પરિપક્વતા 8 વર્ષ છે. આ બોન્ડમાં રોકાણ કરવાથી તમને આઠ વર્ષમાં સોનાના ભાવમાં વધારો મળશે, વત્તા વાર્ષિક 2.5 ટકા જેટલું વ્યાજ મળશે. આ બોન્ડની એક હાઇલાઇટ્સ છે. સોનાના બોન્ડ્સ પર દર વર્ષે રોકાણની આવક પર મેળવેલા 2.5% વ્યાજ પર વ્યાજ પર કર ચૂકવવામાં આવે છે, પરંતુ એસજીબી પરિપક્વતા થાય ત્યારે પ્રાપ્ત મૂડી લાભ પર કોઈ કર ચૂકવવાપાત્ર નથી. બીજી બાજુ, જો રોકાણકાર પાંચ વર્ષ પછી પણ તેની હોલ્ડિંગ વેચવા માંગે છે, તો તેને મૂડી પર કર મુક્તિનો લાભ મળે છે.

Loading...