વોટ્સએપની એપ્લીકેશન ડિલિટ કર્યા વગર ગુમ થવું છે?

243

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટવીટ્ર, ફેસબુક, સ્નેપચેટ, વોટ્સએપ જેવા માધ્યમો જીવન જરૂરીયાત હિસ્સો બની ચૂકયા છે ત્યારે કેટલીક વખત વોટ્સએપની નોટિફીકેશનની ઘંટડી સતત વાગ્યા કરતી હોય છે. જેનાથી લોકો કંટાળી જતા હોય છે. વોટ્સએપ એવી એપ્લીકેશન છે કે જેને વારંવાર ડીલીટ કરીને રી-ઈન્સ્ટોલ ન કરી શકાય પરંતુ તેને ડીલીટ કર્યા વગર ગુમ કરી શકાય છે.

તમે બ્લુટીકના ઓપશનને બંધ રાખો તો પણ સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવે છે કે તમે તેના મેસેજને જોઈ લીધા છે પરંતુ જવાબ આપ્યા નથી કારણ કે, વોટ્સએપમાં આવતાની સાથે જ તમે ઓનલાઈન છો તેવું દર્શાવવામાં આવે છે. જેને તમે સાયલન્ટ કરીને ઈનવીઝીબલ થઈ શકો છો.

વોટ્સએપની નોટિફીકેશનની રીંગટોનને મ્યુટ કરવાનો કોઈ વિકલ્પ નથી. જો તમે વોટ્સએપની ટ્રીંગટ્રીંગથી કંટાળી ચૂકયા હોય તો વોટ્સએપ ખોલીને તેના સેટીંગમાં જઈ નોટિફીકેશન સિલેકટ કરી શકો છો. તેવી જ રીતે સાયલન્સ રીંગટોનનો વિકલ્પ પણ તમને મળી રહેશે.

વોટસએપને ફોનની ડીસ્પ્લેમાંથી ગાયબ કરી શકાય છે. જેથી માત્ર પોપઅપ અને વાયબ્રેશનથી જ તમે વોટ્સએપની નોટિફીકેશન જોઈ શકશો. તેના માટે સેટીંગમાંથી જઈ એપમાં ત્યારબાદ ઓપન લીસ્ટ ઓફ એપ અને સિલેકટ વોટ્સએપ કરવાથી તેની નોટિફીકેશન સાયલન્ટ કરી શકાય છે.

જો તમે વોટ્સએપની નોટિસફીકેશન સમયે મોબાઈલમાં થતી લાઈટને બંધ કરવા માંગતો હોય તો વોટ્સએપનું સેટીંગ ખોલી તેના નોટિફીકેશનમાં જઈ સિલેકટ લાઈટમાં ‘નોન’નું વિકલ્પ સિલેકટ કરી શકો છો. તેનાથી વોટ્સએપના બેકગ્રાઉન્ડમાં નોટિસફીકેશન આવશે પરંતુ જયારે પણ નોટિફીકેશન આવે ત્યારે ડિસ્પ્લેમાં લાઈટ થશે નહીં.

વોટ્સએપ એવી એપ્લીકેશન છે જેનો ઉપયોગ મોટાભાગના લોકો કરતા હોય છે. મોબાઈલ ડેટામાં સૌથી વધુ ઉપયોગ વોટ્સએપ દ્વારા જ કરવામાં આવતો હોય છે જેને નિયંત્રણમાં રાખીને મોબાઈલ ડેટા સેવ કરવા માટે એન્ડ્રોઈડની સેટીંગમાં જઈને સિલેકટ વોટ્સએપ અને ત્યારબાદ ‘ફોર્સ સ્ટોપ’ ઉપર કલીક કરવાથી બેકગ્રાઉન્ડમાં આવતા ડેટાથી મોબાઈલ ડેટા બચાવી શકાશે. મોબાઈલમાંથી ફોર્સ સ્ટોપનો વિકલ્પ કર્યા બાદ ડબલ ટીક પણ નહીં દેખાય તેથી સામેવાળાને લાગશે કે તમે મેસેજ જોયો જ નથી.

Loading...