“પોલીસ જનતાના મિત્ર” સાર્થક કરતી વાંકાનેર પોલીસ…

હાલ કોરોનાની મહામારી છે અને લોકો તેના ચેપમાં ફસાય રહ્યા છે ત્યારે કોરોના વોરિયર તરીકે પોલીસની ખૂબ મોટી ભૂમિકા છે, પોલીસ પર પથ્થરમારા અને હુમલાના બનાવો વચ્ચે પણ પોલીસ પોતાની ફરજ નથી ચૂકી રહ્યા જેને સાર્થક કરતાં પોલીસ કર્મચારીઓ.

જેવી જ એક ખુશીની વાત છે કે અરુણોદય સોયાયટી કન્ટેઇનમેન્ટ ઝોનમાં જીશ્રુનો જન્મ દિવસ હોઈ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ ગિફ્ટ લઈને પોહચી જન્મ દિવસની શુભેચ્છા પાઠવી અને બધાને રાજી કરી નાખ્યા .

વાંકાનેર પીઆઇ રાઠોડ તેમજ પીએસઆઇ પૂજા મોલિયા એક વર્ષના બાળકને ઘરે જઈને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી અને જનતાની વચ્ચે પોલીસ તેમની મિત્ર છે તે વાતને સાબિત કરી બતાવી છે.

Loading...