Abtak Media Google News

નાસિકની તસ્કર ગેંગે ગુગલ મેપ પર સર્ચ કરી ચાર માસ પહેલા એન્ટીક ચીજ વસ્તુની ચોરી કરી દિલ્હી વહેંચી નાખ્યાની કબુલાત

વાંકાનેરના રણજીત વિલાસ પેલેસ ખાતે ચાર માસ પૂર્વે થયેલી રૂ .૩૪ લાખની એન્ટીક વસ્તુની થયેલી ચોરીનો મોરબી એલસીબીએ ભેદ ઉકેલી નાશિકથી બે ભાઈ સહિત ચારની અને દિલ્હીથી માતા-પુત્ર સહિત છ શખ્સોની ધરપકડ કરી એન્ટીક વસ્તુ કબજે કરવા તજવીજ હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી જિલ્લામાં વણઉકેલ ચોરીના ગુનો શોધી કાઢવા જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ઈન્ચાર્જ પી.આઈ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા વાંકાનેર રણજીત વિલાસ પેલેસમાં ગત તા.૧૬/૭/૨૦૧૮ના રોજ થયેલી ચોરીના આરોપી નાશિકમાં છુપાયા હોવાની મળેલી માહિતી આધારે એલસીબીની ટીમ દોડી ગઈ હતી.

એલસીબીની ટીમે મુળ સાયલાના નોલી ગામના અને હાલ નાશીક દેવલાલી ખાતે રહેતા રવિ વિઠ્ઠલ ધોળકિયા, અશોકલાલા વાણીયા, કિશન ગણેશ પટેલીયા અને અજય વિઠ્ઠલ ધોડકીયાની ધરપકડ કરી પુછપરછ કરતા તેણે ચોરેલો માલ મુળ બાવળી ગામના અને દિલ્હી ખાતે રહેતા ખીમાબેન શ્રવણ તાજપરીયા અને સુનિલ શ્રવણ તાજપરીયાની ધરપકડ એન્ટીક વસ્તુ ગુજરાત બહાર વેંચ્યાની કબુલાત આપી હતી.

પકડાયેલી તસ્કર ટોળકી પ્રાથમિક પુછપરછ મુખ્ય સુત્રધાર રવિ વિઠ્ઠલે ચોરીનો પ્લાન બનાવી મોબાઈલમાં ગુગલ મેપ એપ્લીકેશનની મદદથી અને ચાલુ વરસાદે રાત્રીના સમયે રણજીત પેલેસની ગેલેરીમાં આવેલ બારીનો કાચ તોડી અંદર પ્રવેશી ચાંદીની ખુરશી, માબેલ ગોલ્ડ પ્લેટેડ વીકટોરીયન કલોક, વાંકાનેર હાઉસની ચાંદીની પ્રતિકૃતિ ચાંદીનું નાનું ઘર, તોપ અને સ્ત્રી સ્ટેચ્યુ સહિત રાજાશાહી વખતની ચીજ વસ્તુ મળી રૂ.૩૪ લાખની વસ્તુની ચોરી કર્યાનું કબુલ્યું હતું.પકડાયેલી તસ્કર ટોળકીની મોડસ ઓપરેન્ડી રાજવી પેલેસમાં ચોરી કરે છે.

તેમજ રવિ નામના તસ્કરે ત્રણ વર્ષ પૂર્વે ધ્રાંગધ્રા પેલેસમાં ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે તસ્કરો પાસેથી ચોરેલો મુદામાલ કબજે કરવા વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી છે. આ કામગીરી ઈન્ચાર્જ પી.આઈ આર.ટી.વ્યાસ, એ.એસ.આઈ હીરાભાઈ ચાવડા તથા કોન્સ્ટેબલ રજનીકાંતભાઈ કૈલા, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઈ કાણોતરા, ફુલીબેન તરાર, દશરથસિંહ પરમાર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સતિષભાઈ કાંજીયા, ભગીરથસિંહ ઝાલા, આસિફભાઈ ચાણકીયા અને આકૃતિબેન પીઠવા દ્વારા કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.