રપ૦૦ પરિવારોને નિ:શુલ્ક નાસ લેવાના મશીન અર્પણ કરતો વાંક પરિવાર

બાબુભાઇ ર૦૦ થી પણ વધારે ગાયો રાખીને તેનું જતન કરતાં, તેમજ પ્રત્યેક અગિયારસ અને પુનમના દિવસે જરૂરતમંદોને અનાજ કીટનું વિતરણ કરતા હતા

ગૌ-સેવા પ્રેમી બાબુભાઇ વાંકના સ્મરણાર્થે

ગુજરાત આહીર સમાજના અગ્રણી ગૌ સેવા પ્રેમી, મવડી નગર પંચાયતના પૂર્વ પ્રમુખ રામસૂરભાઇ વાંકનું નિધન થતા તેઓની પ્રથમ પુણ્યતિથિ નીમીતે કોર્પોરેટર વિજયભાઇ વાંક તથા સમસ્ત વાંક પરિવાર દ્વારા રપ૦૦ થી વધુ પરિવારોને વિનામૂલ્યે નાસ લેવાના મશીન આપવામાં આવ્યા હતા.

કોવિડ-૧૯ ના આ કપરા કાળમાં તેને સ્ટીમ (નાસ) લઇને નાકમાંથી મારી નાખવામાં આવે, તો કોરોના સામેનો જંગ જીતવો સરળ બની જાય, તેવા શુભ આશયથી વાંક પરિવાર દ્વારા આ બિરદાવવા લાયક કાર્ય કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંક પરિવારે બાબુભાઇ વાંકનું જયારે નિધન થયું હતું. ત્યારે રાજકોટની દરેક સમાજીક સંસ્થાઓમાં ૧ર દિવસ સુધી બન્ને ટાઇમનું ભોજન આપવામાં આવ્યું હતું.

આ તકે વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા નાનુભાઇ સબાડ તેમજ વાંક પરિવારના જીલુભા વાંક, વિજય વાંક, અજીત વાંક, વિક્રમ વાંક, પ્રકાશ વાંક, નિલેશ વાંક, મયુર વાંક, રમેશ વાંક, આયદાનબા વાંક, અઘાભાઇ વાંક, દેવાણંદ વાંક, રાજુભાઇ ગચ્ચર, લાલાભાઇ વાંક, વિપુલ માખેલા, મહેશ માખેલા, મહેશ વાંક, મોહન માલા, દેવદાન માલા, હમીર પડેશા, વિજય એસ.વાંક, અશોક વીરડા, આલીંગ વીરડા, દીલીપ સોઠીયા, અશ્ર્વિન વીરડા, તેમજ વોર્ડ પ્રમુખ જગદીશભાઇ સખીયા સાથી કોર્પોરેટર સંજય આજુડીયા, કનકસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, હેમેન્દ્રસિંહ જાડેજા (ચીકુભાઇ) યોગેન્દ્રસિંહ રાણા (યોગુભા) જયુભા પરમાર, ભુપત ધિયાડ, બાલા વાછાણી, નીલેશ ભાલોડી,

કીશન પરસાણીયા, દીલીપ નિમાવત, દીલીપ ચાવડા, ભરત ડાંગર, હરિ ભંડેરી, સંદીપ ભંડેરી, રવિ ભંડેરી ગાંડુ પ્રજાપતિ, બાલા પ્રજાપતિ, લાલા ભરવાડ, રવાબાપા ડાંગર, વિક્રમ ડાંગર, અશોક મારકણા, મનુ કપુરીયા, હરિભાઇ કાકડીયા, હરદીપસિંહ જાડેજા લક્ષ્મણ ચાવડા ઉમેશભાઇ દરજી વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.

પિતાના સેવાકીય કાર્યોના પથ પર ચાલતા વિજયભાઇ વાંક

અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નંબર ૧૨ના કોંગ્રેસ કોર્પોરેટર વિજયભાઇ વાંકએ જણાવ્યું હતું કે મારા પિતાજી સ્વ. બાબુભાઇ વાંક પોતાના જીવન દરમિયાન ગરીબોને અનાજ વિતરણ સાથે સાથે ક્ધયાદાન પણ કર્યુ હતું. ત્યારે તેમની પ્રથમ માસિક પુણ્યતિથિ નીમીતે આજરોજ અમારા વોર્ડ નં. ૧રના વિસ્તારમાં નાશ લેવાના મશીનનો નિ:શુલ્ક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એવું કહેવાય છે કે નાશ લેવી ઉત્તમ ગણવામાં આવે છે. તેથી અમારા વિસ્તારમાં ગરીબ તેમજ મઘ્યમવર્ગના પરિવારો વસવાટ કરતા હોવાની તેમની જરુરીયાતને ઘ્યાને લઇ અમે મેટોડા ફેકટરીથી રપ૦૦ જેટલા નાશ લેવાના મશીન મંગાવ્યા હતા. અને અમારા વિસ્તારના દરેક લોકોને નાશ લેવાના મશીન આપવામાં આવ્યાં હતા.

જીવનકાળ દરમિયાન બાબુભાઇ વાંકે કરેલા વિવિધ સેવા કાર્યો

ગૌ પાલક ગૌ સેવક  બાબુભાઇ વાંકે પોતાના જીવનકાળ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કર્યા હતા. જે પૈકી આશરે પપ૯ થી વધારે દીકરીઓનું ક્ધયાદાન કરીને તેને વળાવી હતી. ઉમદા વ્યકિતત્વ ધરાવતા ગૌ પાલક, ગૌ સેવા પ્રેમી બાબુભાઇ દ્વારા ર૦૦ થી પણ વધારે ગાયો રાખીને તેનું જતન કર્યુ હતું. આ સાથે મવડી વિસ્તારમાં આવેલા ગરીબોને પ્રત્યેક અગિયારસ તેમજ પુનમના દિવસે અનાજ કીટનું વિતરણ કરવામાં આવતું હતું. વધુમાં તેઓ સૌરાષ્ટ્રની કોઇપણ ગૌશાળામાં ગાયો માટે સૂકો ઘાસચારો નાખતા હતા. અને પોતાના જીવન દરમિયાન લોધીકા તાલુકામાં ચીભડા, દેવગામની ફોરેસ્ટની હદની વીડીમાં પશુધન માટે કોઇ ઘાસચારાના વેપારી દ્વારા આ વીડી ભાડે રાખી અન્ય માલધારી ભાઇઓને એક પશુધન લેખે ર૦૦૦ માં ચરવા માટે આપવામાં આવતી હતી. આ વાતની જાણ બાબુભાઇને થતાં તે સરકારી વીડી ભાડે રાખી લોધીકાની આસપાસના બધા ચારણ અને માલધારી તેમજ અન્ય પશુધન રાખનાર માલધારીને વિના મૂલ્યે

વીડીમાં ખળ ચરવા માટે આપી અને એક ગૌ સેવકનું ઉદાહરણ પુરુ પાડયું હતું. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન તેઓ દ્વારા એક અનોખો સેવાયજ્ઞ કરવામાં આવ્યો. આ સેવાયજ્ઞ ના માઘ્યમ થી ઘઉ વિતરણ કરવામાં આવ્યા હતા. એક પરિવારને ૧૦ કિલો ઘંઉ આપવામાં આવ્યું હતું. આશરે ૩પ૦૦ પરિવારોએ આ ઘંઉ દાન નો લાભ લીધો હતો. તેમજ ડુંગળી વિતરણ કરવામાં આવી હતી એક પરિવારને સાત કિલો ડુંગળી આપી હતી આશરે ૩૦૦૦ થી પણ વધારે આ સેવાયજ્ઞનો લાભ મળ્યો હતો તેમજ લોકડાઉન દરમિયાન ઘણી ખરી સંસ્થાઓને પોતાના તરફથી સિધુ તેમજ કરિયાણુ આપી સેવાનો લાભ લીધો હતો તેમજ પોતાના વતન મુળ ગામ મોટી નાગાજળ ખાતે ભારતીયોને જેમની ઉપર ગૌરવ થાય તેવા  આહીર વિરપુરુષ દેવાયતબાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરી અને આહિર સમાજને તેઓએ પોતાનું ઋણ અદા કયુ હતું.

Loading...