Abtak Media Google News

રગત રાયડાના વૃક્ષમાંથી ચાંચ બોળી પાણીની તરસ તૃપ્ત કરે છે પક્ષીઓ

સુરેન્દ્રનગર જીલ્લાના રણ વિસ્તાર એટલે પાટડી તાલુકાના ખારાગોઢા રણમા જો માનવી છાયડો શોધીને તો સાંજ પડે અને પાણીની તો વાત જ કયાં કરવી.આ વિસ્તારના લોકોને ટેન્કર સપ્તાહમાં આવે તો પિવાના પાણીનો મેળ પડે આવો આ વિસ્તાર જયા જુઓ ત્યાં અગજ જવાળા ફેલાતી દેખાતા હોય ધોમ ધગતો તાપ હોય ત્યારે કુદરત એક એવી ચીઝ છે કે જેના ભરોસા ઉપર દુનિયા ચાલે છે.

ત્યારે જયા પાણી વિડા ગાળો તો પણ ન મળે ખારાસ પટ્ટ આ રણમાં જયા જાવકી અગરના પાટ્ટા અને માનવી ના પેટે પાટા બાંધીને કામગીરી કરતા હોય, ત્યારે પલવાર સાઢીના ઝુપડામાં વિતાવી ફરીયાવ એનું એજ જીવન જીવતા હોય આવી આ રણના દાસ્તાન રહેલી છે.આ રણમાં કોની છે સરકાર કોણ છે નેતા એની પણ જાણકારી મોટા ભાગના આ મજુરો પાસે નથી હોતી. એમનું જીવન કુદરત આધારીત જીવન રહેલું છે.

ત્યારે કુદરત ભારે કરામત બાજ રણમાં ગણવામાં આવે છે.  કયારેક આંધી તો કયારેક કમોસમી માવઠા વરસાદની તો વાત જ કયા કરવી. આવા આ રણમા પક્ષીઓ કયા પાણી શોધે કયાં પાણી પીવે ત્યારે કુદરતનો કરિશ્મા સજાયો અને એક જાડના ફુલમાં પાણી ચાંચથી પીવાની ઘટના રણમાં સામે આવી છે.

ત્યારે અંબુ પટેલ દ્વારા આપવામાં આવતા માહીતી વિગત મુજબમાં કુદરત ભારે કરામત બાઝ છે. એણે આકાર બદલતા અમીબાનું અને વારમવાર મનસુબા બદલતા આ માનવનું સર્જન કર્યુ છે. હાલમાં કહેવાય છે. કે વિજ્ઞાન આગળ છે. છતાં કુદરત પાસેએ પણ લાચાર છે. કયારે કુદરત કોને કેવી રીતે આપી દયે એ વિજ્ઞાન પણ આજદિન સુધી નકકી નથી કરી શકયું. ત્યારે કુદરતે સમગ્ર સૃષ્ટિ ઉપર માલીકપણુ ભોગવવાની માનવીની લાલસાએ સમગ્ર સૃષ્ટિને ડીસ્ટબ નથી કરતાં કુદરત સમગ્ર સૃષ્ટિ માટે પાલનહાર સાબિત થયેલી છે.

ત્યારે દાખલો રણની કાંધીએ આપ મેળે ઉછરતું (રગત રાયડા) નામનું આ ઝાડ વૃક્ષ છે આ વૃક્ષને ટકવા ટકી રહેવા માટે ઝાઝા પાણીની જરુરત પડતા પણ નથી ત્યારે આ વૃક્ષની વિશેષતા રણમાં જોવા મળી છે કે જેના ફુલમાં પુષ્કળ પાણી હોય છે રણ વિસ્તારમાં તરસ્યા પક્ષી આ રગત રાગડાના ઝાડના ફુલમાંથી ચાંચ બોળીને પાણી પી લઇ તરસ છીપાવે છે. ત્યારે મનુષ્ય રહે છે કે કુદરત ફુલમાં પણ પરબ ચલાવી શકે છે ખરુને ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.