Abtak Media Google News

દીવમાં ગઇકાલે  કોરોનાના નવા ૧૦ કેસ સામે આવ્યા છે. દીવ ના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ના કેસો દિન-પ્રતિદિન વધતા જાય છે. જે દીવ પ્રશાસન અને દીવ જિલ્લાની જનતા માટે ચિંતાનો વિષય બન્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા કેસને લઈને વણાકબારા ગ્રામ પંચાયત દ્વારા તા. ૨૮ /૭ થી ૩૧/ ૭ સુધી સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર મેડિકલ અને દૂધની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવશે.

દીવ જિલ્લા કલેકટર સલોની રાયે  ટ્વીટ ના માધ્યમથી દીવની પ્રજાને  ગઈકાલે નોંધાયેલા નવા ૧૦ કેસ વિશે માહિતી આપી હતી. નવા ૧૦ કેસ સાથે અગાઉથી પોઝિટિવ આવેલ એક વ્યક્તિનો રિપોર્ટ ફરી પાછો પોઝિટિવ આવ્યો હતો. નવા ૧૦ કેસમાં ૮ વણાંકબારા, ૧ ઘોઘલા અને ૧ દિવ સેન્ટ્રલબેંકના કર્મચારી નો સમાવેશ થાય છે. દીવમાં હાલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસોની સંખ્યા ૩૩ પહોંચી છે તેમજ ૩૩ દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. અને  ૨ દર્દીઓ  ને  સારવાર અર્થે  દિવ થી બહાર મોકલવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.