Abtak Media Google News

વોલ ટુ વોલ પેવીંગ બ્લોકથી ગંદકી અને કચરો જમા થવાની સમસ્યાથી છુટકારો મળશે: મ્યુનિ.કમિશનર-સ્ટે.ચેરમેન

ચોમાસાની ઋતુમાં વરસાદી વાતાવરણના કારણે શહેરમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે હાલ મહાપાલિકા દ્વારા વન ડે, થ્રી વોર્ડ સફાઈ અને આરોગ્ય ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજમાર્ગો પર ગંદકીને કાયમી દેશવટો આપવા માટે હવેથી શહેરના તમામ મુખ્ય ૪૮ રાજમાર્ગો પર વોલ ટુ વોલ પેવિંગ બ્લોક કરવામાં આવશે તેમ આજે પત્રકારો સમક્ષ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જાહેરાત કરી હતી.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના મુખ્ય ૪૮ રાજમાર્ગો પર ડામર પેવર કામ દરમિયાન સાઈડના પડખાઓમાં ડામર કરવામાં ન આવતું હોવાના કારણે અહીં કચરો એકત્ર થાય છે અને ગંદકીની સમસ્યા ઉભી થાય છે જેનો કાયમી ધોરણે નિકાલ કરવા માટે હવેથી શહેરના ૪૮ મુખ્ય રાજમાર્ગો પર વોલ ટુ વોલ એટલે કે એક દિવાલથી લઈ બીજી દિવાલ સુધી પેવીંગ બ્લોક કરવાની કામગીરી કરવામાં આવશે. જેનાથી ગંદકીની સમસ્યામાંથી છુટકારો મળશે. આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં અધિકારીઓની એક રીવ્યુ બેઠક મળી હતી. જેમાં આજથી ૪૮ રાજમાર્ગો પર વોલ ટુ વોલ પેવિંગ બ્લોકની કામગીરી શરૂ કરવાની તાકીદ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.