Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન સ્થિતિ સર્જાઇ છે. ખેડૂતોએ વાવણી કરી દીધી પરંતુ વરસાદ ખેંચાતા અનેક જગ્યાએ કપાસ, મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે આજે અમરેલી પંથકમાં એક ઝાપટું વરસી જતા રોડ ભીના થયા હતા.

બગસરાના રફાળા ગામમાં ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં પણ વરસાદ પડે તેવી આશા બંધાઇ છે.જ્યારે મેંદરડામાં વહેલી સવારે ધોધમાર અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.