Abtak Media Google News

કેશોદમાં એરપોર્ટ શરૂ થવાની ઘણા મહિનાથી વાતો કરતા રાજકીય બાબુઓ અદ્રશ્ય થયા?

કેશોદ એરપોર્ટ શરૂ થવાની રાહ જોતા સોરઠવાસીઓની ધીરજતાને ધન્ય છે. ટુંક સમયમાં કેશોદ એરપોર્ટમાં વિમાની સેવા શ‚ થશેની ઘણા મહિનાઓથી વાતો કરતા રાજકીય બાબુઓ કયાં અદ્રશ્ય થયા ?

સમગ્ર સોરઠવાસીઓ આશા રાખીને રાહ જોઈ રહ્યા છે કે કયારે કેશોદનું એરપોર્ટ ચાલુ થશે. કેશોદ એરપોર્ટ ચાલુ કરવા માટે ઓથોરીટી દ્વારા વેપારીઓ અને સામાજિક સંસ્થાઓ સાથે બેઠકો કરી લેખિત માંગણીઓ સહકાર આપવા માટેની બાંહેધરીઓ મેળવી હતી. આસપાસના તાલુકાના સર્વે કંપનીઓ, હોટલોના સર્વે અને ટ્રાવેલ્સ એજન્સીના અભિપ્રાય મેળવી એરપોર્ટ ઓથોરીટી દ્વારા તારીખો આપી આપેલી ખાતરીઓ પોકળ સાબિત થઈ છે.

હવાઈયાત્રા કરવા થનગનતા સોરઠવાસીઓ નિરાશ થયા છે. સોરઠના રાજકીય નેતાઓ જશ ખાટવા સોશ્યલ મીડિયામાં અને અખબારી નિવેદનો કરવા માટે હોડ લાગી હતી તે તમામ ગુમ થઈ ગયા છે. સરકાર દ્વારા એક વર્ષથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા વહિવટી પ્રક્રિયા પુરી પાડવામાં આવી છે ત્યારે માત્ર કેન્દ્ર સરકાર દ્વારા નોટીફીકેશન બહાર પાડવા પાછળ સમય લંબાતો જાય છે.

કેન્દ્ર સરકારના ચુંટાયેલા પ્રતિનિધિ નાદુરસ્ત હોય સોરઠને મોટી ખોટ છે. ઉનાળાના વેકેશનમાં સોરઠના સોમનાથ મંદિર, સાસણ સિંહ દર્શન, ગિરનાર પર્વત, દીવ બીચની મુલાકાત લેવા બહારના પર્યટકો આવતા હોય છે ત્યારે કેન્દ્ર સરકાર અને એરપોર્ટ ઓથોરિટી વિમાની સેવા શરૂ કરશે ખરી.

કેશોદ ખાતે નવાબીકાળથી આવેલું એરપોર્ટ છેલ્લા ૩૦ વર્ષથી બંધ હાલતમાં છે અને શરૂ કરવા માટે માંગણી કરવા છતાં આશ્વાસનથી વધારે હજુ વિશેષ કાંઈ મળ્યું નથી. ખરેખર કેશોદ એરપોર્ટ શરૂ કરવામાં આવશે કે પછી વાયદાઓ અને વચનોની માત્ર લહાણી જ કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા કેશોદ ખાતે અધિકારીઓ, કર્મચારીઓ ફાળવી આપવામાં આવ્યા છે. નોટીફીકેશન જાહેર થવાની સોરઠવાસીઓ રાહ જોવે છે.

કેશોદ એરપોર્ટમાં આગામી ૬ માસમાં કેશોદ અમદાવાદ વિમાની સેવા શરૂ થશે. બાદમાં વધારાના રૂટ શરૂ કરાશે તેવું એક વર્ષથી લોલીપોપ અપાઈ રહ્યા છે. કેશોદ એરપોર્ટમાં ઘણા વર્ષોથી વિમાની સેવા બંધ હતી જે કેશોદ એરપોર્ટમાં કોમર્શિયલ વિમાની સેવા શ‚ કરવાની એરપોર્ટ ઓથોરીટીની પ્રક્રિયા ઘણા મહિનાઓથી કાર્યરત છે.

પ્લેનના લેન્ડીંગ માટે નડતા મોબાઈલ ટાવરો બિલ્ડીંગો હટાવવા નોટીસ પાઠવવામાં આવી હોવાનું પણ મહિનાઓથી ચર્ચાઈ રહ્યું છે અને કેશોદ એરપોર્ટ ચાલુ થવાની તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ડીજીસીએ અને ઓએલએસની કામગીરી પૂર્ણ થઈ છે. એરપોર્ટના તમામ જરૂરી કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. આગામી છ માસમાં કેશોદ અમદાવાદ વિમાની સેવા શ‚ થશે બાદમાં વધારાના ‚ટ શ‚ કરવામાં આવશે તેવું આશ્વાન પણ મહિનાઓથી અપાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.