Abtak Media Google News

સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી હાલ હવાઈ સફરમાં વોઈસ કોલ નહીં થઈ શકે

હવાઈ સફર દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની તમારી રાહ ટુંક સમયમાં જ પુરી થઈ શકે છે પરંતુ શ‚આતમાં માત્ર ઈન્ટરનેટનો જ ઉપયોગ કરી શકાશે. સરકારે સુરક્ષાના પ્રશ્ર્નો અંગે ચિંતા વ્યકત કરતા વોઈસ કોલ્સને હાલ મંજુરી આપવાનો નિર્ણય મુલત્વી રાખ્યો છે.

ટેલીકોમ સેક્રેટરી અ‚ણા સુંદરરાજને જણાવ્યું હતું કે, તેમના મંત્રાલય એરક્રાફટમાં મોબાઈલ ઈન્ટરનેટ વાપરવાની મંજુરી આપી છે. એક વખત તેની શું અસરો થાય છે તે જોયા બાદ વોઈસ કોલ્સને પણ મંજુરી આપવામાં આવશે.

જોકે આ કામગીરી હાલ ડેટા માટે થઈ રહી છે. હવાઈ યાત્રામાં મોબાઈલ ઈન્ટરનેટના ઉપયોગને લઈ સરકાર સલામતી વિશે વધુ વિચારી રહી છે. આ અંગે સરકાર સાથે વાતચીત પણ ચાલી રહી છે. પ્રારંભિક તબકકે ઈન્ટરનેટનો ઉપયોગ ભારતની અંદર જ લોકલ યાત્રામાં કરવામાં આવશે અને જો ઈન્ટરનેટના વપરાશમાં સફળતા મળશે તો વોઈસ કોલને પણ મંજુરી આપવામાં આવશે.

ટેલિકોમ કમિશન દ્વારા હવાઈ સફરમાં આ સુવિધા ૧ મે થી શ‚ થશે અને ઓગસ્ટ સુધી જો ઈન્ટરનેટનો દુર ઉપયોગ કરી કોઈ મુશ્કેલી ઉભી નહીં થાય તો વોઈસ કોલને પણ મંજુરી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.