Abtak Media Google News

લાલુ પ્રસાદ યાદવની પાર્ટીના મંત્રી રાધામોહન યાદવ જાહેરમાં શૌચ કરતા કચકડે કંડારાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને જનતા દ્વારા જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ લાલુપ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતાદળના મંત્રી રાધામોહનસિંઘ સિકયુરીટી ગાર્ડની વચ્ચે જાહેરમાં શૌચ કરતા હોય તેવા કેટલાક દ્રશ્યો કચકડે કંડારાતા આ તસવીરો વાઇરલ થઇ હતી.

આ અંગેની હિન્દી પોસ્ટમાં ભારે સિકયુરીટીની વચ્ચે એગ્રીકલ્ચર યુનિયન મિનિસ્ટર દ્વારા ઇરીગેશનનું ઉદધાટન કરાયું તથા તેમણે સ્વચ્છ ભારત મીશનને વેગ આપ્યો

બિહારના આ મંત્રી ઇદ માટેના કાયદા માટે મોનિહાસની મુલાકાતે આવ્યા હતા તેઓ સોમવારે દિલ્હીથી પરત ફર્યા હતા. રીપોર્ટ જણાવે છે કે તેમણે જાહેરમાં શૌચ કરવા માટે ટોઇલેટ વગરના વિસ્તારનું કારણ આગળ ધયું હતું.

બિહારએ સ્વચ્છતા અભિયાનના પાલન માટે સૌથી આખરી રહ્યું છે. કેટલોાક ઘરોમાં ટોઇલેટ હોવાની પરિસ્થિતિ માત્ર નબળી નહી પરંતુ ઉતરપ્રદેશ અને ઓરિસ્સા કરતા પણ ખરાબ છે.

રજી ઓકટોબર ૨૦૧૪ માં પ્રધાાનમંત્રી મોદીએ સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ દિલ્હી ગેઇટથી કરાવ્યો હતો. ત્યારબાદ જેઓ લાખો સામાન્ય નાગરીકો પણ જોડાયા હતા. નવોઢા દ્વારા તેના પતિ પાસે ઘરમાં ટોઇલેટ હોવાની માગણી કરવામાં આવી હતી. ગામડાઓમાં પણ તેમના વિસ્તારોમાં જાહેર શૌચાલયોના નિર્માણ કરવામાં આવ્યા હતા. જયારે મુંબઇના રહેવાસીઓ દ્વારા જાતે જ બીચ સ્વચ્છ કરાયા હતા અને દિલ્હીમાં જાહેરમાં શૌચ કરનાર બે વ્યકિતઓની મરી જાય તે હદ સુધીની ઘોલાઇ જનતા દ્વારા કરવામાં આવી હતી.

અન્ય વિરોધી પાર્ટીઓ દ્વારા પણ આ મંત્રીના જાહેરમાં શૌચ કરવાના કૃત્યને વખોડવામાં આવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.