Abtak Media Google News

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમને રૂ. ૫૦૦ કરોડનું બજેટ ફાળવવા અઘ્યક્ષ નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીને રજુઆત ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત વેળાએ આપી વિસ્તૃત માહિતી

ગુજરાત પછાત વિકાસ વર્ગ નિગમ દ્વારા નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકીની અઘ્યક્ષતામાં ગાંધીનગર ખાતે નિયમ ૯૭મી બોર્ડ બેઠક તેમજ લાભાર્થી સમિતિની બેઠક રાખવામાં આવેલ હતી. જેમાં રપ૦ થી વધુ લાભાર્થીઓના ફોર્મ ચકાસણી બાદ રૂ. ૨૨ કરોડ ૪૯ લાખની લોન સહાય મંજુર કરવામાં આવી હતી. તેમ આજે ‘અબતક’ દૈનિકની શુભેચ્છા મુલાકાત વેળારે તેઓએ જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યુ હતું કે આ લાભાર્થી મીટીંગમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક સચિવ વિકસતી જાતી કલ્યાણ ખાતાના નિયામક કે.જી. વણઝારા, મહેસુલ વિભાગના નાણા સલાહકાર એસ.બી. પડધરીયા તથા સમાજ કલ્યાણ અધિકારી બારોટ, ઠાકોર કોળી વિકાસ નિગમ અને ગુજરાત પછાત વિકાસ વર્ગ નિગમના એમ.ડી. જશવંત ગાંધી સહીતના અધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

ઉપરોકત મીટીંગમાં બોર્ડ બેઠક તેમજ લાભાર્થી પસંદગી સમિતિના તત્વાધાનમાં ઉપોરકત સભ્યો દ્વારા નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકીની અઘ્યક્ષમાં તા. ૮-૧-૧૮ સુધીની એમ.બી.બી.એસ., એન્જીનીયરીંગ વિઘાર્થીઓ, વિઘાર્થીનીઓ તેમજ લધુઉઘોગના ધંધા રોજગાર માટેની આવેલ તમામ અરજીઓની ચકાસણી કરી અને લોકોને તાત્કાલીક લોન સહાય મળે તે બાબતના આ મીટીંગમાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. તા. ૯-૧-૧૮ ના મંગળવારના રોજ યોજાયેલ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની આ બોર્ડ બેઠક અને લાભાર્થી પસંદગી સમિતિની બેઠકમાં આવેલ અરજીઓની ચકાસણી બાદ યોગ્ય અરજીઓના લાભાર્થેઓને રૂ. ૨૨.૪૯ કરોડ (બાવીસ કરોડ ઓગણ પચ્ચાસ લાખ) ની માતબર લોન સહાય મંજુર કરવામાં આવેલ હતી. ત્યારબાદ આ અઠવાડીયામાં જ દરેક લોકોને મંજુર થયેલા લોનના પૈસાઓ પૈકીની રકમ તાત્કાલીકના ધોરણે આ સપ્તાહમાં જ આર.ટી.જી. એસ. કરી અને તેઓના ખાતામાં જમા કરાવવાની સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવેલ છે.

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા વન ટાઇમ સેટલમેન્ટ યોજના હેઠળ એનબીસીએડીસી નવી દિલ્હી અને એનએમએફડીસી ને વન ટાઇમ સેટલેમેન્ટ અંગે કરેલી કાર્યવાહીનું ફોલોઅપ કરી આ યોજનાની મુદત ૬ મહિના (છ મહીના) સુધી લંબાવવા માટેની સરકારશ્રીમાં રજુઆત કરવામાં આવેલ છે. ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના લોનની રીકવરી માટેની નોટીસો રવાનગીનું કામ સબબ ચેરમેનએ નિગમના વકીલોની ટીમ સાથે મીટીંગ યોજી ચર્ચા વિચારણા હાથ ધરી હતી. જેમાં બાકી રહેતા તમામ લોન કેસોમાંની રીકવરીની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવેલ હતું. જે કેસોમાં રીકવરી ડયુ થઇ હોય તેવા કેસો રીકવરી માટે વસુલાત શાખામાં મોકલી રીકવરીની બુક બનાવી. અરજદારોને હપ્તા ભરવા તાકીદ કરવામાં આવશે.

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમમાં ગુજરાતની ૧૪૬ જેટલી ઓબીસી જ્ઞાતિઓનો સમાવેશ થયેલો હોય આ તમામ જ્ઞાતિના વિઘાર્થીઓ- વિઘાર્થીનીઓ તેમજ બેરોજગાર યુવાનોને વધુમાં વધુ લધુઉઘોગો માટે સહાય મળી રહે તે હેતુથી નિગમનું બજેટ આવતા વર્ષમાં રૂ. ૫૦૦ કરોડ સુધી વધારવા માટે એક ખાસ પત્ર તૈયાર કરી નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે આ બાબતેની મીટીંગ કરી અને જણાવેલ હતું કે ગુજરાતમાં ઓબીસી સમાજની આશરે ૧૪૬ જેટલી જ્ઞાતિઓ આવેલ છે. જે ખુબ જ મઘ્યમ અને ગરીબ વર્ગની જ્ઞાતિઓ છે.

તેઓને લધુઉઘોગના બીઝનેસ માટે લોનો આપવાથી તેઓ પણ સામાજીક સમરસ્તામાં જોડાય શકશે જેથી આ નિગમને આવતા વર્ષના બજેટમાં રૂ. ૫૦૦ કરોડની જોગવાય કરવામાં આવે જેથી આવતા દિવસોમાં ઓબીસી નીગમ દ્વારા મઘ્યમઅને ગરીબ વર્ગના લોકોને સરકારશ્રી દ્વારા ઉપયોગી થઇ શકાય. જે બાબતે મુખ્યમંત્રી દ્વારા ખુબ જ ઉમળકાભેર આ વાતને યોગ્ય કરવાની ખાત્રી આપેલ હતી. તેમજ માન. ઉપમુખપ્રમુખ નીતીનભાઇ પટેલને પણ આ બાબતે પત્ર લખી અને રુબરુ મુલાકાત લઇ અને રૂપિયા ફાળવવા માટે પણ જણાવવામાં આવશે. અગાઉ માન. ઉ૫મુખ્યમંત્રીને નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા વાત કરવામાં આવતા તેઓએ પણ આ બાબતે ખુબ જ યોગ્ય કરવાની ખાત્રી આપેલ છે. નવા બનેલા સર્વણઆયોગ દ્વારા સર્વણવર્ગની જ્ઞાતિઓમાંથી આવતા વિઘાર્થીઓને પણ શૈક્ષણિક લોન તેમજ ગરીબ વર્ગના લોકોને લધુઉઘોગ માટે લોન મળી રહે તે માટે પણ ગઇ વિધાનસભામાં રૂ. ૬૦૦ કરોડની નાણામંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી. જે બાબતે પણ સરકાર ખુબ જ પોઝીટીવ છે.

સરકાર દરેક સમાજના લોકોને સાથે લઇ અને ચાલે છે. તે બાબતે ખુબ જ સરાહનીય છે. માન. ઉપમુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તથા સમાજ કલ્યાણ કેબીનેટ મંત્રી ઇશ્ર્વરભાઇ પરમાર તેમજ રાજયકક્ષાના મંત્રી વાસણભાઇ આહીર સહીતના સતાધીશો સાથે ખાસ મુલાકાત કરી આ બાબતે યોગ્ય રજુઆત કરેલ હતી. જેમાં દરેક પદાધિકારીઓ દ્વારા આ બાબતે યોગ્ય કરવાની ખાત્રીઓ આપવામાં આવેલ હતી.

ગયા વર્ષ દરમ્યાન તેમજ તા. ર૪-૧૦-૨૦૧૭ ના નરેન્દ્ર સોલંકી દ્વારા ચાર્જ સંભાળતા કુલઆશરે રૂ. ૩ કરોડ ૩ લાખ જેવી રીકવરીઓ નિગમ દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ આવતા દિવસોમાં નિગમના અઘ્યક્ષશ્રી તેમજ એમ.ડી. બન્ને દ્વારા દિલ્હી જઇ મેનેજીંગ ડીરેકટર રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ નવી દિલ્હી ખાતે જઇ અને આ નિગમને કેન્દ્ર સરકાર દ્વારા વધારેમાં વધારે રૂપિયા ફાળવવામાં આવે તે બાબતે યોગ્ય રજુઆત કરવાનું નકકી કરવામાં આવેલ છે.

આવતા દિવસોમાં ગુજરાત રાજયના દરેક જીલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષા સુધી આ નિગમ દ્વારા આપવામાં આવતી વિઘાર્થી સહાય તેમજ લધુઉઘોગ સહાય માટેનુ પ્રચાર પ્રસારનું કાર્ય કરવા માટે જીલ્લા વાઇસ કેમ્પોનું આયોજન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.