Abtak Media Google News

૧ર૦૦ મત ધરાવતા બૂથ પર માત્ર ૪૩ લોકોએ કર્યુ મતદાન

સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ની ચૂંટણી મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ ચૂક્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ની છેવાડાના વિસ્તારની સોસાયટી ગણાતી સૂડવેલ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના કારણે ચૂંટણી પહેલા ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા હતા અને પાલિકાની ચૂંટણી પહેલા આ વિસ્તારમાં વિકાસના કામ તંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આ સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

ત્યારે આ વિસ્તારની સોસાયટીમાં ખાસ કરી લઘુમતી સમાજ અને મુસ્લિમ સમાજ ના લોકો વસવાટ કરી રહ્યા છે તેના દ્વારા  પ્રાથમિક સુવિધાના કામો કર્યા બાદ જ મતદાન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

આ વિસ્તારમાં ખાસ કરી ભૂગર્ભ ગટર પ્રાથમિક સુવિધા માં સ્ટ્રીટલાઇટો રોડ-રસ્તાઓ અને અનેક પ્રાથમિક સુવિધાથી આ સોસાયટી વંચિત રહી છે ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા અનેક વખત જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો નિવેડો ના આવતા નગરપાલિકાના વોર્ડ નંબર ૬ મા ગણાતી આ સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવામાં આવ્યો  હતો.

ત્યારે આ સોસાયટીમાં ઉભુ કરવામાં આવેલા બુથમાં ૧૨૦૦ મતદાતાઓ ના નામ હતા જેમાં ના ફક્ત ૪૩ લોકોએ મતદાન કર્યો છે અને બાકીના લોકોએ મતદાન બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે સરકારી અધિકારી અને ચૂંટણીઓ દ્વારા સમજાવટ બાદ પણ આ વિસ્તારના લોકો મતદાનથી અળગા રહ્યા હતા અને આગામી ચૂંટણીમાં પણ આ વિસ્તારમાં વિકાસના કામ નહીં કરવામાં આવે તો મતદાન નહીં કરવામાં આવે તેવી ચીમકી સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.