વીવીપી ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં ૧૧ લાખનુ અનુદાન

57

તમામ કર્મચારીઓનો પગાર તેમજ રાજકોટ જિલ્લા કલેકટર રાહત ફંડમાં ૧૧ લાખ સહિત ૨૬ લાખનુ માતબર અનુદાન અર્પણ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કોરોનાં  વૈશ્ર્વિક મહામારીને પહોંચી વળવા આર્થીક સહયોગ જાહેર કરેલ છે.

ત્યારે સરકારનાં દરેક પ્રયત્નોને મજબૂત કરવા હરહંમેશાની જેમ સમાજ અને રાષ્ટ્રની પડખે ઉભી રહેતી વી.વી.પી. ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહતફંડ માં રૂા.૧૧ લાખ (અગીયાર લાખ) વી.વી.પી. ઇજનેરી કોલેજ તથા ઇન્દુભાઇ સ્કુલ ઓફ આર્કીટેક કોલોજનાં કર્મચારીઓ દ્વારા ૧ દિવસનો પગાર આમ રૂા.૧૫ લાખ તેમજ રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા રાહત કાર્યો માટે વી.વી.પી. ટ્રસ્ટ દ્વારા રૂા.૧૧ લાખનું દાન આમ કુલ મળીને વી.વી.પી. પરિવાર રાજકોટ દ્વારા રૂા.૨૬ લાખ રૂપિયાનું માતબર દાન આજરોજ જાહેર કરવામાં આવેલ છે.

ભૂકંપ હોય કે ગમે તે કુદરતી આફત હોય વી.વી.પી. હંમેશા તન, મન અને ધનથી રાષ્ટ્ર કાર્યામાં જોડાયા  છે.

Loading...