Abtak Media Google News

વી.વી.પી. ઈજનેરી કોલેજના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા આયુર્વેદાચાર્ય ડો.મીનુભાઈ પરબીયાનું  વ્યાખ્યાન ગોઠવવામાં આવેલ હતું. જેમાં ૨૦૦ી વધુ ઔષધિય છોડની માહિતી આપી તેમજ તજજ્ઞએ વ્યાખ્યાન દરમિયાન યાદ શક્તિ, ડાયાબીટીસ, કેન્સર, મેદસ્વીતા જેવા વિષયો પર સચોટ ઔષધિ સુચવી હતી અને દરેક વનસ્પતિનું કયો અંગ જેમ કે મૂળ, પાંદડા, ડાળખા વગેરે કયા રોગમાં વાપરી શકાય તેમજ તેનું કેટલું પ્રમાણ ફાયદાકારક રહે તેની સમજ આપી હતી.

વી.વી.પી.ના બાયા ેટેકનોલોજીના વિર્દ્યાીઓ અને કર્મચારીગણે સંસ ખાતેના બોટાનીકલ ગાર્ડનમાં મુલાકાત લઈ ઔષધીય વનસ્પતિની સમજ લઈ અન્ય કેટલીક ઔષધીય વનસ્પતિનું વાવેતર પણ ડો.મીનુભાઈ પરબીયાની હાજરીમાં કરાયું હતું.

આ કાર્યક્રમનું સંચાલન પ્રો.ધર્મેશભાઈ સુરે કરેલ હતું. આ કાર્યક્રમની સફળતા બદલ સંસના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકર સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.