વી.વી.પી. ઇન્ફો ટેકનોલોજીના વિઘાર્થીઓનું ચાલુ અભ્યાસક્રમે નામાંકિત કંપનીઓમાં પ્લેસમેન્ટ

રિઝલ્ટ, પ્રવેશ કે નામાંકિત કંપનીઓમાં પ્લેસમેન્ટમાં વી.પી.પી.નો દબદબો: ડો. જયેશ દેશકર

કેવીટ ટેકનોલોજીસ બેકેન્સી ટેકનોલોજીસ, ત્રીઘ્યાટેક જેવી નામાંકિત કંપનીઓમાં વી.વી.પી. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિઘાર્થીઓએ પ્લેસમેન્ટ મેળવીને સંસ્થાનું અને રાજકોટનું નામ રોશન કર્યુ છે.આ વિશે વધુ વિગતો જણાવતા સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરે જણાવ્યું હતું કે કેવીટ ટેકનોલોજીસમાં તેજસ ચૌહાણ, પ્રતિક રાજકોટીયા,  આઘ્યશ્રી પંડયા, ધૈર્ય બાપોદરા, હિતેશ સાવલીયા, બેકેન્સી ટેકનોલોજીસમાં મીત માકડીયા, કુલદીપસિંહ ચાવડા, મોહત પીપલીયા અને ત્રીઘ્યાટેકમાં યશ વાળા, જીગનટસમાં માર્મિક શાહ, હર્ષ વેગડે સાતમાં સેમેસ્ટરના ચાલુ અભ્યાસક્રમ દરમિયાન જ પસંદગી પામ્યા છે. કોરોના વૈશ્ર્વિક મહામારી જેવા કપરા સંજોગોમાં પણ વી.વી.પી. ના ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ પ્લેસમેન્ટસનો દબદબો જાળવી રાખેલ છે. આ પહેલા ટીસીએસ, એસાઇટ સોલ્યુશન સિલ્વર ટચ ટેકનોલોજી, સિયર્સ, તત્વશોફટ, અને એઇમડેક જેવી માતબર કંપનીઓમાં પ્લેસમેન્ટ મળી ગયેલ છે. આમ, વી.વી.પી. એ પ્લેસમેન્ટ, રીઝલ્ટ કે પછી પ્રવેશમાં વી.વી.પી.નો દબદબો આગળ વધી રહ્યો છે.

ઇર્ન્ફોમેશન ટેકનોલોજી વિભાગ તેમજ સંસ્થાની જવલંત સિઘ્ધિ બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ  શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર, હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ડો. દર્શનાબેન પટેલ, પ્લેસમેન્ટ ઓફીસર ડો. જીજ્ઞેશભાઇ જોશી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના પ્રો. કૃણાલભાઇ ખીમાણી, પ્રો. વિજયભાઇ વ્યાસ, તેમજ તમામ કર્મચારીગણે શુભેચ્છાઓ પાઠવી હતી.

Loading...