Abtak Media Google News

ઉચ્ચ શિક્ષણ સાથે ઉત્કૃષ્ટ સંસ્કારોનું સિંચન કરી આધુનિક ગૂરૂકુળની ખ્યાતી પ્રાપ્ત કરનાર વી.વી.પી. ઈજનેરી કોલેજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભારતીય સંસ્કૃતિ આધારીત પ્રાચીન સાથે અર્વાચીન દાંડીયારાસ રાસોત્સવ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ સાતે મળી ર્માં શકિતની આરાધના કરી હતી.

ઉદઘાટનમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, પોલીસ કમિશ્નર મનોજભાઈ અગ્રવાલ, આર.એસ.એસના વિભાગ પ્રચારક કેતનભાઈ સોજીત્રા, ડો. નરેન્દ્રભાઈ દવે, પંકજભાઈ રાવલ, સી.એ પ્રવિણભાઈ ધોળકીયા શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી વગેરે ઉપસ્થિત રહી વીવીપીના આયોજનને વખાણ્યું હતુ.

સંપૂર્ણ પણે પારંપારીક વાતાવરણમાં ઉજવાતા વીવીપી રાસોત્સવ ૨૦૧૮ની શરૂઆત આરતીથી કરવામાં આવી હતી કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતનાં ભાતીગળ વેશભૂષામાં સજજ વીવીપી ખેલૈયાઓ પ્રોફેશનલ ઓરકેસ્ટ્રાના સથવારે મન મૂકીને ઝૂમ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.