Abtak Media Google News

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટના સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થી સૌરભ સમલને આઇ.એસ.ટી.ઇ. દ્વારા “બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨૦૧૮નો એવોર્ડ એનાયત થયો છે.

આ વિશે વધુ જણાવતાં સંસ્થાના ટ્રસ્ટી કૌશિકભાઇ શુક્લએ જણાવ્યું હતું કે, ૧૫માં  આઇ.એસ.ટી.ઇ. સ્ટેટ ક્ધવેન્શનમાં સમગ્ર ગુજરાતમાંથી એક એવોર્ડ ડીગ્રી કોલેજના વિદ્યાર્થીને અને એક એવોર્ડ ડીપ્લોમાં કોલેજના વિદ્યાર્થીને મળ્યો હતો. અમારા માટે ખૂબ ગૌરવની વાત છે.

આખા વર્ષ દરમિયાન આઇ.એસ.ટી.ઇ. દ્વારા વિવિધ તકનીકી સ્પર્ધાઓ, વર્કશોપ, સેમિનાર, સિમ્પોઝીયમ, એક્સપર્ટ લેક્ચર વગેરે યોજાય છે. અમારા આઇ.એસ.ટી.ઇ.ના ક્ધવીનર પ્રો. શિલ્પાબેન કાથડ અને પ્રો.પૂજા રાજાએ આ બધા કાર્યક્રમો સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી હતી.

સૌરભને આટલા પ્રતિષ્ઠિત એવોર્ડ બદલ સંસ્થાના એવોર્ડ બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી આ લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓશ્રી કૌશિકભાઇ શુક્લ, ડો.સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, પ્રિન્સિપાલ ડો. જયેશભાઇ દેશકર ઇલેક્ટ્રીલ વિભાગના વડા ડો. ચિરાગ વિભાકર, સમગ્ર કર્મચારીગણ અને વિદ્યાર્થીગણે અભિનંદન પાઠવ્યા હતાં.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.