Abtak Media Google News

કુદરતી સફાઇ કામદાર  ગણાતા ગીધોની વસતી રાજયમાં ૧૮ ટકાના દરે ધટતી હોવાનો સંસદમાં કેન્દ્ર સરકારનો જવાબ

ગ્લોબલ વોમિંગ અને બદલતા જતાંના પરિબળોની દુરોગામી અવળી અસરોને લઇને જીવ અને વનસ્પતિ સૃષ્ટિની અનેક પ્રજાતિઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઇ ગયું છે. પ્રાણી સૃષ્ટિમાં દિવસે દિવસે દુલર્ભ બનતી જતી પ્રાકૃતિક સફાઇ કામદાર ગણાતા ગીધની વસ્તીમાં ચોંકાવનારો ધટાડો ગુજરાતમાં થયો હોવાનું બહાર આવ્યું છે.ગુજરાતમાં કુદરતી સફાઇ કામદાર ગીધની વસ્તીની ગણતરીની શરુઆત ર૦૦૫ થી કરવામાં આવી હતી. છેલ્લી ૨૦૧૮માં કરવામાં આવેલી ગીધની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં ગીધની સંખ્યામાં ૭૦ ટકા થી વધુ ધટાડો જોવા મળ્યો છે. ૨૦૧૬ થી ૧૮ ના સમયગાળા દરમિયાન ગીધની ૧૮ ટકા ના દરે વસ્તી ધટતી હોવાનું સામે આવ્યું છે.

જીવસૃષ્ટિની પોષણ કડી અને મૃતદેહોના કુદરતી નિકાલ માટે કુદરતી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના સૈનિક જેવા ગીધો પર્યાવરણના રક્ષણ માટે આવશ્યક ગણવામાં આવે છે ગુજરાતમાં ૨૦૧૬માં કરવામાં આવેલી ગીધની વસ્તી ગણતરીમાં રાજયમાં કુલ ૯૯૯ ગીધો નોધાવ્યો હતો. ૨૦૧૮માં તેમાં ધટાડો થઇને ૭૨૦ ગીધ બચ્યા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં સફેદ પટ્ટા લાંબી  ચાંચ અને લાલ માથાવાળા ગીધની વસ્તી જોવા મળે છે.

7537D2F3 2

સંસદમાં થયેલી ચર્ચા મુજબ ગુજરાતમાં ૨૦૦૫માં ૨૬૪૨ ગીધ નોંધાયા હતા. ત્યારપછી ૨૦૦૭માં તેના ૪૮૨ નો ધટાડો થઇને ૧૪૩૭પક્ષીઓ ગણાયા હતા ૨૦૧૮ સુધીમાં ૬૦૦ ગીધ ઓછા થયા હતા. ૨૦૧૬ થી ૨૦૧૮ સુધીમાં ગીધની  સંખ્યામાં ૮૦૦ નો ભારે ધટાડો જોવા મળ્યો હતો. આ ધટાડો કચ્છમાં નોંધાયો હતો. સુરતમાં ૩૦૦ થી વધુ ગીધની વસ્તી કોર્પોરેશનની હદમાં નોંધાઇ હતી. હવે ત્યાં એકપણ નથી. ગીધના અસ્તિત્વનો પ્રશ્ર્ન તૃણમુલ કોંગ્રેસના સાંસદ પ્રતિમા મંડલે તાજેતરમાં સંસદના ઉઠાવ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે દેશમાં ગીધના અસ્તિત્વના સંધર્ષનો આ મુદ્દો ૨૦૦૭માં  ઘ્યાને આવ્યો હતો. દેશમાં ત્રણ પ્રકારના ગીધની પ્રજાતિઓ વસે છે જેમાંથી સફેદ પીઠવાળા ગીધોની જાતે સલામત છે.

વનવિભાગના આંકડાની વાત કરીએ તો જુનાગઢના ગીર અને ગીરનારના અભ્યારણમાં ગીધની વસ્તી વધી હોવાનો સામે આવ્યું છે. ૨૦૧૮ની ગણતરી મુજબ જુનાગઢ જીલ્લામાં ૨૦ જેટલા ગીધો નો ઉમેરો થયો હતો. ૨૦૧૬માં રાજયના ૩૩ જીલ્લાઓમાં કરવામાં આવેલી વસ્તી ગણતરીમાં ગીધની વસ્તી વૃઘ્ધિ સામે આવી હતી. ગુજરાતમાં પાટણ સાબરકાંઠા, તાપી, ભાવનગર, ગાંધીનગર, બનાસકાઁઠા, મહીસાગર, આણંદ સહીતના ૧૬ જીલ્લામાં ગીધની વસ્તી ધટી હોવાનું સામે આવ્યું હતું.

અમરેલીમાંથી ૬૩, સુરેન્દ્રનગરમાંથી ૩૮ અને ડાંગમાંથી ૨૫ ગીધ ધટયા હતા.

વનતંત્રના ગુજરાત ઇકોલોજીકલ એજયુકેશન રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે બાદ ગીર અને ગીરનારના અભ્યારણમાં ગીધની સંખ્યા સલામત અને વધતી હોવાનું જાણવા મળ્યું હતું. અંતરયાળ સીમવગડા અને જંગલમાં પશુઓના મૃતદેહનો નિકાલ કરનાર ગીધ ઉપર જંતુનાશક દવાઓ અને ગ્લોબલ વોમિંગની આડઅસરોથી જોખમ ઉભુુ થયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.