Abtak Media Google News

ગોંડલના વેરી તળાવને નર્મદાના નીરથી ભરી પીવાના પાણીની સમસ્યાની નિવારાઇ

રાજકોટ સહિત ગોંડલ અને જેતપુર એમ ત્રણ શહેરોને પીવાનું પાણી પુરૂ પાડતા  સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમમાં જળસપાટી નીચે જતાં જ રાજ્યની સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર દ્વારા નર્મદાના નીર વડે  ભાદર ડેમ ભરવાનો નિર્ણય કરીને તેનું અમલીકરણ ચાલું કરી દેવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગોંડલના વેરી સિંચાઈ યોજના અંતર્ગત બનેલા વેરી તળાવમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યું છે.

સૌની યોજના અંતર્ગત ત્રંબા ખાતે પાઈપલાઈન દ્વારા ગોંડલના વેરી તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું. વેરી તળાવથી ૧૭ કિ.મી. દુર આવેલા ભાદર-૧ ડેમ ખાતે ગોંડલી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ કુદરતી ઢોળાવના કારણે છોડવામાં આવેલું પાણી કુદરતી રીતે ભાદર-૧ ડેમ સુધી અંદાજિત ચાર દિવસમાં પહોંચે છે. આમ ભર ઉનાળે વેરી તળાવ ભરાઈ જવાના કારણે પીવાના પાણીની અછત ભુતકાળ બનતા ગોંડલની જનતામાં ખુશીનો માહોલ જોવા મળી  રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.