શ્રીનાથધામ હવેલી મંગલ મનોરથમાં રવિવારે વ્રજરાજકુમારજીની પધરામણી

૨૨ દિવસથી વિવિધ મનોરથ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવતા ભગવદીયજનો

૧૪મીએ વ્રજરાજકુમારજી દ્વારા ઠાકોરજી પુષ્ટીકરણ તથા ૧૮મીએ બ્રહ્મસંબંધ દીક્ષા આપશે

રાજકોટમાં નાનામવા રોડ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે આવેલ ‘વીવાયઓ શ્રીનાથધામ હવેલી’ શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના જે અનેક દિવ્ય પ્રકલ્પો છે તે પૈકીનું પ્રથમ ચરણ છે. સાંપ્રત માનવ સમાજમાં ભગવદીયતા, શિક્ષણ સાથે સંસ્કારનું નિર્માણ થાય એ દિશામાં વલ્લભકુળના વૈષ્ણવાચાર્ય પૂ.પા.ઓ. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદય દ્વારા રાજકોટ શહેર અને સૌરાષ્ટ્ર મધ્યે શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

રાજકોટ ખાતેની આ શ્રીનાથધામ હવેલી ખાતે પૂ. વ્રજરાજકુમારજી મહોદયના મનોરથ સ્વ‚પે ગત તા.૧૮ સપ્ટે.થી ૧૬ ઓકટોબર સુધી શ્રી ઠાકોરજીનાં સુખાર્થે અધિક પુ‚ષોતમ માસ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૨ દિવસથી નોખા-અનોખા મનોરથો યોજાય છે. હવેલીમાં બિરાજમાન શ્રી બાલકૃષ્ણલાલજી શ્રી ગોવર્ધનનાથજી, શ્રી ગિરીરાજજી અને શ્રી દ્વારકાધીશજી પ્રભુની દિવ્ય અને દર્શનીયતા સન્મુખ શ્રી ઠાકોરજીની સેવા અને સુખાર્થે યોજાયેલ મંગલ મનોરથોનાં દર્શન કરવા રાજકોટ શહેર અને બહારગામના અનેક ભગવદીય જનો કોરોના કાળને ધ્યાનમાં લઈને સરકારનાં સુચનોનું પાલન કરીને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.

અધિક માસ મનોરથનાં વિતેલા ૨૨ દિવસ દરમ્યાન દરરોજ સાંજે ૭ વાગ્યે યોજાતાં મનોરથ દર્શનમાં બરસાનામાં મોર કુટીર મનોરથ, દ્વિતિય પાટોત્સવ લાલન દેખિયે ભવન હમારો, મણિમય આંગન બાલલીલા, કુંજ ભવન આજ મંગલ હેરી, કદલીવનમાં જુલા મનોરથ, કાન્હ અટા અઢ ચયગ ઉડાવતા મનોરથ નાવના મનોરથ, ગોપાષ્ટમી ગૌચારણ લીલા સહિતનાં મનોરથો વૈષ્ણવોની ઉપસ્થિતિમાં રંગેચંગે ઉજવાઈ રહ્યા છે.

૧૧ થી ૧૮ ઓકટોબર પૂ. વ્રજરાજકુમારજી મહોદયનું રાજકોટ ખાતે બિરાજમાન રહેશે તેમજ તા.૧૪ ઓકટોબર બુધવારના રોજ પુજયશ્રી દ્વારા શ્રી ઠાકોરજી પુષ્ટીકરણ તેમજ ૧૮ ઓકટોબરના રોજ બ્રહ્મસંબંધ દિક્ષા આપવામાં આવશે. વિશેષ માહિતી માટે મો. ૭૨૨૬૯ ૯૭૬૬૩/૬૪ પર સંપર્ક કરવા જણાવાયું છે.

Loading...