Abtak Media Google News

૬૯ રાજકોટ પશ્ર્ચિમ બેઠકની ચૂંટણી ફરજમાં રોકાયેલા ૧૪૦૦ કર્મચારીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો સાથે ચૂંટણી લક્ષી તાલીમ પણ મેળવી: આગામી ૧૭મી સુધી વિધાનસભા બેઠક વાઈઝ ચાલશે મતદાનની પ્રક્રિયાDsc 9435

રાજકોટ જિલ્લામાં ચૂંટણી સ્ટાફના મતદાનનો આજથી આરંભ થયો છે. જેમાં આજે ૬૯ રાજકોટ પશ્ર્ચીમ વિધાનસભા બેઠકની ચૂંટણી ફરજમાં રોકાયેલા ૧૪૦૦ કર્મચારીઓ માટે વિરાણી હાઈસ્કુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તમામ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ વડે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથોસાથ ચૂંટણીલક્ષી તાલીમ પણ મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિધાનસભા બેઠક વાઈઝ ચૂંટણી સ્ટાફની મતદાન પ્રક્રિયા અને તાલીમનું આયોજન કરવામા આવ્યું છે. જે આગામી તા.૧૭ સુધી ચાલશે.

Dsc 9455

પ્રથમ વખત માઈક્રો ઓબ્ઝર્વર મતદાનના ૭૨ કલાક પૂર્વે પેટ્રોલીંગ શરૂ કરશે

ચૂંટણી પંચના આદેશ મુજબ આ લોકસભાની ચૂંટણીમાં માઈક્રો ઓબ્ઝર્વર મતદાનના ૭૨ કલાક પૂર્વે પેટ્રોલીંગ શરૂ કરવાનાં છે. રાજકોટ જિલ્લામાં કુલ ૨૫૪ માઈક્રો ઓબ્ઝર્વર નિમાયા છે. જેનું જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તાની હાજરીમાં સેક્ધડ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું હતુ. ચૂંટણી પંચના આદેશ મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ ૨૫૪ માઈક્રોઓબ્ઝર્વરને મતદાનના ૭૨ કલાક પૂર્વે પેટ્રોલીંગ શરૂ કરી દેવાની સૂચના આપવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.