Abtak Media Google News

ભાજપનાં પરેશ પીપળીયા અને કોંગ્રેસના કૈલાશ નકુમ સહિત પાંચ ઉમેદવારોનું ભાવી નકકી કરશે ૪૭ હજાર મતદારો: ૪૭ મતદાન મથકો ઉપર ઈવીએમ સાથે પોલીંગ સ્ટાફ સ્ટેન્ડ બાય

શહેરના વોર્ડ નં.૪ની એક બેઠકની ચૂંટણીમાં મતદાન આવતીકાલે યોજાનાર છે. ચૂંટણીમાં કુલ પાંચ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આવતીકાલે આ બેઠક પર યોજાનાર મતદાનમાં કુલ ૪૬૮૯૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વોર્ડ નં.૪ની ચૂંટણીમાં જીત મેળવવા મુખ્ય એવા બન્ને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. બેઠકમાં કુલ ૪૭ મતદાન મથકો છે. મતદાન બાદ તા.૧૯ના રોજ ઠકકરબાપા સ્કૂલ, જંકશન રોડ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.

શહેરના સામાકાંઠે આવેલા વોર્ડ નં.૪માં કોંગ્રેસ કોર્પોરેટર પ્રભાતભાઈ ડાંગરનું ચાલુ ટર્મ દરમિયાન અવસાન થતા આ વોર્ડની એક બેઠક ખાલી પડી છે. આ બેઠક પર નવા કોર્પોરેટર માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. વહિવટી તંત્ર તરફથી ચૂંટણીને લઈને થઈ રહેલી તમામ કામગીરી પૂર્ણતાના આરે છે. તમામ મતદાન મથકો પર પોલીંગ સ્ટાફ તેમજ ઈવીએમ મશીનો પહોંચાડી દેવામાં આવ્યા છે.Dsc 0268

વોર્ડ નં.૪ ઉપર ભાજપના પરેશ પીપળીયા અને કોંગ્રેસના કૈલાશ નકુમ સહિતના પાંચ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આવતીકાલે મતદાન બાદ તેઓનું ભાવી ઈવીએમ મશીનમાં સીલ થશે. ત્યારબાદ તા.૧૯ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે કોર્પોરેટરનું નામ જાહેર થશે. બંને મુખય રાજકીય પક્ષોએ વોર્ડ નં.૪ની બેઠક પર વિજય પતાકા લહેરાવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે ત્યારે આ બેઠક પર કોણ જીત મેળવશે તે સમય જ બતાવશે.Dsc 0259

શહેરના વોર્ડ નં.૪માં ખોડીયારપરા મેઈન રોડ, બોરીચા સોસાયટી, ભગવતીપરા, મહાત્માગાંધી સોસાયટી, શકિત સોસાયટી, જયપ્રકાશનગર, હરીસાગર, સુખસાગર, નંદનવન, મોરબી રોડ, ખોડીયાર પાર્ક, વેલનાથપરા, સોહમનગર, જય જવાન જય કિશાન, સદગુ‚, ન્યુ શકિત, રંગીલા પાર્ક, લાલપરી નદી, જયગુરુદેવ, જમના પાર્ક, કુવાડવા રોડ, રોહિદાસપરા, રણછોડદાસ આશ્રમ, સદગુ‚, લાતી પ્લોટ, ગાંધી વસાહત, બેડીપરા, સગર શેરી, ગંગેશ્ર્વર રોડ, ભાવનગર રોડ, બેડીપરા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.