Abtak Media Google News

ઉના નગરપાલિકાની વોર્ડ નં.૨માં ભાજપના નગરસેવક દાદાબાપુ શેખે રાજીનામું આપતા ખાલી પડેલ બેઠક પેટા ચુંટણીનું મતદાન તા.૨૫/૯ને મંગળવારના રોજ યોજાયું હતું.

હાલ આ ચુંટણીમાં કોંગ્રેસના સુરૈયાબેન અ.શેખ તથા અપક્ષના રીયાઝ મહમદ રફીક કાસમાણી વચ્ચે જંગ ખેલાશે. ભાજપે ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો. વોર્ડ નં.૨માં ૪૫૧૮ સ્ત્રી-પુરુષ મતદારો હતા. કુલ બુથ ૫ હતા. તેમાંથી બુથ-૧ ૪૩%, બુથ-૨ ૩૪%, બુથ-૩ ૩૭%, બુથ-૪ ૨૬%, બુથ-૫ ૩૬% મતદાન થયું હતું. કુલ મતદાન ૪૦% થયું હતું. તા.૨૭/૯નાં ગુરુવારે પ્રાંત કચેરી સવારે મતગણતરી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.