Abtak Media Google News

પ્રચાર પડઘમ શાંત છતાં ખાનગી બેઠકોનો ધમધમાટ: સમાજ, સંગઠ્ઠનો, જ્ઞાતિઓ અને સોસાયટીઓને અંકે કરવા શામ, દામ, દંડ, ભેદની નીતિ અખત્યાર: ધર્મના વડા, ધાર્મિકતાના ઓઠા તળે મતદારોને રિઝવવા પ્રયાસો: ભજીયા-તાવા પાર્ટીઓ, મહેફીલોમાં રૂપિયાના કોથળા ખુલ્લા મુકવા કાવાદાવા: દારૂ-શરાબ રસીયાઓને ખુશ કરી ‘પોતાના’ કરવાં પ્રયાસો: પોતાના તરફે મતદાન કરવા અને સામા પક્ષે મતદાન નહીં કરવાં તોડજોડ: મતદાન મથક સુધી મતદારોને ખેંચી લાવવા પ્રલોભનો, ભેટ-સોગાદોની રેલમછેલ….

સૌરાષ્ટ્રની રાજકોટ, જુનાગઢ, જામનગર અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર અને ભાવનગરની લોકસભાની બેઠકો ઉપર આવતીકાલ તા. ર૩ને મંગળવારના રોજ મતદાન હોવાથી ચુંટણી આચાર સંહિતતાના કારણે પ્રચાર પડઘમ શાં ત થયાં છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોને રિઝવવા કે આકષવા માટે મરણીયા પ્રયાસો હાથ ધર્યા છે. આજ દિન સુધી પ્રચાર-પ્રસારથી દરેક પક્ષોએ પોતાના તરફ મતદારોને મોહી લેવાં ચુંટણી સભાઓ, બેઠકોમાં સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા. હવે પ્રચાર પડઘમ શાંત થતાં મતદારોને પોતાના પક્ષે મતદાન કરવાં એટીચોરીનું જોર લગાવ્યું છે.

ભાજપ કોંગ્રેસે પ્રચાર માટે નેતાઓની ફોજ મેદાનમાં ઉતારેલ હોવા છતાં મતદારોના અકળ મૌનથી રાજકીય પક્ષો ભયભીત બન્યાં છે. આજની છેલ્લી રાતે જેટલા પ્રયત્નો થાય તેટલા કરી લેવા કમર કસી છે.સમાજો, સંગઠ્ઠનો, જ્ઞાતિઓ અને સોસાયટીઓના સંગઠ્ઠન-વડાને પોતાના તરફ મતદાન કરવા શામ, દામ, દંડ, ભેદની નીતિ અખત્યાર કરવાં પુરા પ્રયત્નો થઇ રહ્યાં છે. આચાર સંહિતાની કડક અમલવારી હોવાથી જાહેરમાં નહી પરંતુ ખાનગી રીતે મતદારોના સમુહને અંકે કરવા ભીજયા  તથા પાર્ટી, મહેફીલોમાં રૂપિયાના કોથળા ખુલ્લા મુકવા રાજકીય પક્ષો જરાય કચાસ રાખશે નહીં.

ચુંટણી જંગમાં દારૂરસીયા મતદારો શરાબ શોખીન કાર્યકરો માટે દારૂ- શરાબ લાવવો મુશ્કેલ હોવા છતાં યેનકેન પ્રકારે તેઓને ખુશી કરવા પ્રબંધ કરાઇ રહ્યો છે. દારૂબંધીનો ખરા અર્થમાં અમલ થતાં દેશી-વિદેશી દારુ મળવો મુશ્કેલી બન્યો છે.ચુંટણી જંગ જીતવા દારૂ અનિવાર્ય પણ લાવવો કઇ રીતે તેની વ્યવસ્થામાં સમર્થકો લાગી ગયાં છે. ચેક પોસ્ટો કાર્યરત થતાં વાહન ચેકીંગના કારણે બુટલેગરોની કારી નહી ફાવતાં વગદારો વ્યવસ્થામાં જોતરાયાં છે.

પ્રચાર શાંત થતાં જ સ્ટાર પ્રચારકો, નેતાઓ-કાર્યકરોએ મતદાન વિસ્તારમાંથી ભલે ઉચાળા ભરવાનો આદેશ હોય, ખાનગી બેઠકોમાં આવા સમર્થકો સક્રિય બન્યાં છે.રોકડની હેરાફેરી ઉપર પ્રતિબંધની ઐસી તૈસી કરી મતદારોને ભેર સોગાદો માટેની રકમની વ્યવસ્થામાં કાર્યકરો વ્યસ્ત બન્યાં છે.

હવે અત્યારથી મતદાન પુરૂ  થાય ત્યાર સુધીના સમયની એક એક પળને સાચવી લેવા અને વધુમાં વધુ મતદારોની ખરીદદારી કેમ થાય તેની પળો જવામાં સમર્થકો વ્યસ્ત બન્યાં છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૮ લોકસભા બેઠકમાં ૫૬ ધારાસભા મત વિસ્તારોમાં ૧૫૯૯૭  બુથો છે આ બુથો ૭૯૮૯૪ ચુંટણી સ્ટાફે કબ્જો કરી લીધેલ છે. પરંતુ અમુક મતદાન મથકો પોતાના કબ્જામાં કરવા રાજકીય પક્ષોએ દાવપેચ આરંભી દીધા છે.

મતદાન મથક સુધી મતદારને ખેંચી લાવવા પ્રલોભનો, વાહનની સગવડ, ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં કાર્યકરો ગળાડૂબ છે.ચૂંટણી પૂર્વેની આજની રાત કતલની રાથ ગણાય છે. આજની રાતે ખાણી-પીણીની પાર્ટીઓ સામે મતદારોને ખીરદવાના કરાવેલ તમામ કાવા-દાવાઓ કામગીરીની સમીક્ષાકરી મતદાનના દિવસે પોતાએ નકિક કરેલા વાયદા મુજબના મતદાન થાય તે માટે કામની આખરી વ્હેંચણી નેતાઓ દ્વારા થઇ રહી છે.

ઉમેદવારો અને સ્થાનીક સમર્થકો દ્વારા પડઘા પાછળના ખેલ શરુ થશે ખાનગી પ્રચારમાં ગળાડૂબ કાર્યકરો પોતાના સમર્થનમાં કયાં-કયાં કેટલાં મતદારો છે તેનો હિસાબ અંકે કરી આવા મતદારો મતદાન કરે ત્યાં સુધીની વ્યવસ્થામાં જોતરાઇ ગયાં છે.મતદારોને પોતાના તરફ મતદાન કરવા રાજકીય પક્ષો માટે હવે આજની રાતનો જ સમય બચ્યો હોય, મતદારોને રીઝવવા શામ, દામ, દંડની નીતિ અખત્યાર કરી પૈસાનો વરસાદ વરસાવી તોડ-જોડના તમામ પ્રયત્નો કરી લેવાં રાજકીય પક્ષો અને તેના સમર્થકો કાર્યકરો સક્રિય બન્યાં છે.

મતદાન કરવું આપણી નૈતિક ફરજ

ભારતમાં લોકશાહી માટે ચુંટણીએ અનિવાર્ય છે અને આ ચુઁટણીમાં મતદારોએ પોતાના ઇચ્છીત વ્યકિતને ચુંટી સોપવા માટે મતદાન કરવું એ એટલું જ જરૂરી છે. કોઇપણ પક્ષ કે વ્યકિતના પ્રભાવમાં આવ્યાં વગર કોઇપણ જાતના પ્રલોભનો વગર ઉમેદવારી કરનાર વ્યકિતને ઓળખી – જોઇ – સમજીને તેને ચુંટી કાઢવા મતદાન કરવું એ સમયની માંગ છે. આપણે ગમે તેટલાં વ્યસ્ત હોવા છતાં આજ મતદાનના દિવસે થોડો સમય કાઢી મતદાન કરવું જોઇએ. ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક જ મતોથી ચુંટણીમાં હારજીત થતી હોય છે ત્યારે આપણી ઇચ્છા મુજબનો ઉમેદવાર જયારે હારી જાય છે ત્યારે આપણે તેમને મત નહી આપ્યાનો વસવસો થાય છે. ત્યારે આપણને આપણા મનની કિંમત  સમજાય છે. એથી મતદાનના દિવસે દરેક નાગરીકે મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. જવાબદારી છે અને ધર્મ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.