Abtak Media Google News

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માનધરાવતા ભારતનું લોકતંત્ર પરિપકવ માનવામા આવે છે મતદારોના મતથીજ દેશના સંચાલન રખેવાળી કરતી સરકારનું ગઠન થાય છે. મતદારો નિષ્પક્ષ વાતાવરણમાં પોતાના મતધિકારનો ઉપયોગ કરીને એક આદર્શ વ્યકિતત્વ ધરાવતા લોક સેવકોને સરકારના સંચાલનમાં મોક્લે તેવી અવિરભાવના ધરાવતી ભારતની ચૂંટણી વ્યવસ્થા વિશ્ર્વના અનેક દેશો માટે પ્રેરણા બની રહી છે. ઘણા નાના અને નવા લોકતાંત્રીત દેશભારતની ચૂંટણી વ્યવસ્થા અપનાવવામાં ગૌરવ સમજે છે.

તાજેતરમાં જ યોજાયેલી સ્થાનીક સ્વરાજય સંસ્થાની ચૂંટણીનું આજે જાહેર થયેલા પરિણામને સતાધારી ભાજપ તરફી એક તરફી પરિણામ ગણાવામાં આવે છે. મતદારોનો જોક ભાજપ તરફ એક તરફી ઢળી ગયો હોય તેમ હરીફ પક્ષો કોંગ્રેસ અને આપ અન અપક્ષ ઉમેદવારોને ધારી એવી સફળતા મળી નથી. ચૂંટણી પરિણામો જાહેર થતા લોકતાંત્રીક ક્ષેત્રે સોપો પડી ગયો હતો. પરિણામો અનઅપેક્ષીત ગણવામાં આવી રહ્યા છે. પરંતુ જો તષ્ટતાથી મૂલ્યાંકન કરીએ તો ભાજપ તરફી આ પરિણામે વિકાસ તરફી વિચારધારાને પ્રજાએ એક સામટુ સ્વીકૃત બનાવી દીધું ગણાય.

સ્થાનીક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણીમાં ગુજરાતીઓના ભાજપ તરફી મતદાનના જોકથી ભાજપ ભારે સરસાઈથી વિરોધીઓના સુપડાસાફ કરવામાં સફળ બની છે.

આજે તમામ છ મહાનગપાલીકાની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને આપ અનેક બેઠકો પર હારનો સામનો કરવા નિમિત બની છે. આ પરિણામો આમતો અપેક્ષીત અને પ્રજાએ નકકી કરેલા મતનાજોક મુજબના ગણી શકાય ભાજપની રાજનીતિના કેન્દ્રમાં રહેલા વિકાસના અભિગમને ગુજરાતની જનતાએ સાગમટે સ્વિકારી લીધું હોય તેવું આ પરિણામ મતદારોની પરીપકવતા અને વિકાસલક્ષી અભિગમને આભારી હોવાનું ગણી શકાય.

વર્તમાન રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના વિકાસલક્ષી રાજકારણ અને સર્વો વર્ગસમાનના ભાવની રાજનીતિ હવે લોકોના મનમાં બરાબર ઉતરી ગઈ છે. લીટી ભૂસવાના રાજકારણ હવે ભૂતકાળ બનાવીને ભાજપ સરકાર પોતાની લીટી લાંબી કરી મતદારોને વધુમાં વધુ સંતોષભળે તેવા કામોને અગ્રતા આપતી બની છે. ગુજરાતના આજના પરિણામો પક્ષ વિપક્ષ અને વિચારધારાના રાજકારણથી પર ઉતરીને માત્રનેમાત્ર વિકાસલક્ષી થયેલા મતદાનનું પરિણામ ગણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.