Abtak Media Google News

બેઠી ધાબી ઊંચી લેવાનો જુનો પ્રશ્ન હલ થશે? તંત્ર દ્વારા ગ્રામજનોની માંગને પ્રાથમિકતા ન આપતા રોષ

 

ગોડલ તાલુકાનુ વોરા કોટડા ગામ દર ચોમાસા દરમિયાન શહેરથી વિખુટૂ પડી જતુ હોવા છતાં વષો જૂનો બેઠી ધાબી નો પ્રશ્ન હલ થતો ન હોવાથી ગામ સંપર્ક વિહોણુ બની જતું હોય છે ત્યારે ગ્રામજનો માટે આ એકમાત્ર રસ્તો હોય ઈમરજન્સી સારવાર મેળવી પણ મુશીબત બની જતી હોયછે સામાછેડે થી શહેરમાં પ્રવેશવા માટે જીવ ના જોખમે ધાબી પસાર કરતાં હોય છે એકબાજુ પાણી નુ વેણ સતત. ચાલુ હોય જેમને લઈને સેવાળ થતો હોય ત્યારે પગ પણ લપસી જવાના બનાવો બનતા હોય છે જેને પહોંચી વળવા માટે ફાયરબ્રિગેડ ટીમ તહેનાત ઉભી હોય છે દરવષે આજ પરિસ્થિતિ ઉભી થતી હોવા છતાં તંત્ર દ્વારા ગ્રામજનોની માંગ ને પ્રાથમિકતા આપવામાં ન આવતા ગોડલ આવતા મુખ્યમંત્રી ને ધેરવાનો પ્રયાસ થાય તો નવાઈ નહીં

સરકાર દ્વારા એકબાજુ ગતિશીલ ગુજરાતની અને વિકાસની વાતો કરવામાં આવે છે તો બીજી બાજુ રાજાશાહી યુગ થી લઈને આજ દિવસ સુધી વોરા કોટડા ગામ ની ધાબી ઉચી લેવામાં નિષ્ફળ ગયા છે જયારે આ ગામ ની ઉપર સૌરાષ્ટ્ર નો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર ડેમ આવેલ હોય ત્યારે વોરા કોટડા ગામ જવા માટે એકમાત્ર રસ્તો હોય ચોમાસામાં પાણીના પ્રવાહ ને લઈને વાહન વ્યવહાર વારંવાર ખોરવાઈ જતો હોય છે તંત્ર દ્વારા માત્ર એકજ ગામ ને ધ્યાન માં રાખી ને. બેઠી ધાબી ને પાંચ ફૂટ અધ્ધર કરવામાં કમર કસતી ન હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે એકગામ ને જોઈને નહી પરંતુ ગામમાં વસતા પંદર સો થી પણ વધુ ગામની સંખ્યા.જોઈને ધાબી અધ્ધર કરવી જરૂરી બની છે

જયારે ચોમાસા દરમિયાન દરવષે ગામ સંપર્ક વિહોણુ બની જાય છે ત્યારે ગ્રામજનો માટે ઈમરજન્સી સારવાર મેળવવી પણ મુશ્કેલ બની જતી હોય છે વારંવાર પૂલ બનાવવાની માંગ કરવામાં આવી હોવા છતાં તંત્ર ના બહેરા કાને અથડાઈ છે બેઠીધાબી ઉપરથી પસાર થવા માટે જીવ ના જોખમે ગ્રામજનો પૂલ પસાર કરતાં હોય છે ત્યારે ગોડલ નગર પાલિકા દ્વારા પૂલ ઉપરથી લપસી ને પડી જવાના બનાવ ને લઈને ફાયરબ્રિગેડ ની ટીમ તૈહેનાત રાખવી પડતી હોવા છતાં પણ જૂનો પ્રશ્ર્ન હલ થતો ન હોવાથી ગ્રામજનોમાં રોષની લાગણી ઉદ્ભભવા પામી છે જયારે બિમાર વ્યક્તિ ને હોસ્પિટલ લઈ જવા માટે મુશીબત ની સાથે જોખમ પણ કેળવવુ પડે છે ત્યારે આ પૂલ ને લઈને આજે ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરીએ રજુઆત કરવા ધસી ગયા હતા જયાં સુધી સ્થાનિક ધારાસભ્ય અથવાતો સાસંદ સભ્ય અંગત રસ દાખવી ને આ બેઠીધાબી ને પાંચ ફૂટ લઈ આવવાના પ્રયાસો ન કરે ત્યાં સુધી આ પ્રશ્ર્ન હલ થઇ શકે તેવું લાગતું નથી  ત્યારે આ પૂલને લઈને ગ્રામજનો દ્વારા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની ગોડલ માં ઉપસ્થિત છે જેમને ધારદાર રજુઆત ની સાથે ધેરવાના પ્રયાસો થાય તેવા હાલ સંજોગો ઉજળા બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.