Abtak Media Google News

વેપારીઓ અને  સુવર્ણકારોને સહકાર આપવા અપીલ: જામનગરમાં સંક્રમણ વધતાં લોકોને લોકડાઉનમાં જોડાવા અને બહાર ન નીકળવા અનુરોધ

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની મહામારીએ હદ વણોટી નાખી છે, મૃત્યુનો આંક સાડા ત્રણસો નજીક પહોંચી ગયો છે તો પોઝીટીવ દર્દીઓની સંખ્યા પાંચ હજાર નજીક પહોંચતી જાય છે, શહેર-જિલ્લામાં સંક્રમણ અત્યંત બેકાબુ હોવાનું સ્પષ્ટ થયું છે, ખુદ હાઇકોર્ટે પણ સુઓમોટોમાં ગઇકાલે એવું રૂલીંગ આપ્યું છે કે, જામનગરમાં સંક્રમણને રોકવા માટે યોગ્ય પગલા લેવામાં આવ્યા નહીં હોવાના કારણે સંક્રમણ બેકાબુ બન્યું છે, આ રીતે વડી અદાલતે રાજય સરકાર અને સ્થાનિક તંત્રને તમાચો માર્યો છે, સંક્રમણ કાબુમાં આવતું નથી છતાં તંત્ર દ્વારા વિશેષ કોઇ કામગીરી સંક્રમણને રોકવા માટે થતી નહીં હોવાના કારણે હવે ખુદ જુદા-જુદા વેપારી એસોસીએશન સ્વૈચ્છીક લોકડાઉન માટે આગળ આવ્યા છે, ગ્રેઇન માર્કેટમાં સજ્જડ બંધ હતું તો ચાંદીબજારમાં જડબેસલાક બંધ જોવા મળેલ છે.

જામનગરમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ સોની વેપારીઓના સંગઠન દ્વારા ચાંદીબજારની દુકાનો સવારે ૭ થી બપોરે ૨ વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો પણ આજે પ્રથમ દિવસે જ ચાંદીબજારમાં કેટલીક દુકાનો રાબેતા મુજબ ખુલી ગઈ હતી. સોની વેપારીઓના સંગઠનના હોદ્દેદારો તથા વેપારીઓને દુકાન બંધ કરાવવા નીકળવું પડ્યું હતુ અને સ્વૈચ્છિક બંધ રાખવા સમજાવટ કરવામાં આવી હતી તેમ છતાં કેટલાક વેપારીઓએ તેમની દુકાનના અડધા શટર ખુલ્લા રાખીને દુકાન ખુલી જ રાખી હતી. જો કે ચાંદીબજારની મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી.

Chandi Bazar 2

જામનગરની આર્થિક ધોરી નસ સમાન ગ્રેઈન માર્કેટના તમામ  વેપારીઓ દ્વારા કોરોનાના વધી રહેલા સંક્રમણને અટકાવવા સ્વયંભૂ આંશિક લોકડાઉનનો નિર્ણય કર્યો હતો. સીડઝ એન્ડ ગ્રેઈન મર્ચન્ટ એસો.ના પ્રમુખ જીતુભાઈ લાલે તથા વેપારી અગ્રણીઓએ કરેલી અપીલને તમામ વેપારીઓએ અદ્ભુત પ્રતિસાદ આપ્યો છે અને ગ્રેઈન માર્કેટની તમામ દુકાનો બપોરે બે વાગ્યા પછી બંધ રહી હતી અને સમગ્ર માર્કેટ સંપૂર્ણપણે બંધ રહી હતી. વેપારીઓએ દર્શાવેલી જાગૃતિ અને મક્કમતામાંથી પ્રેરણા લઈ જામનગરવાસીઓ પણ લોકડાઉનના તમામ નિયમોનું કડક પાલન કરે તેવી અપીલ જીતુભાઈ લાલે કરી છે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની મહામારીએ હદ વણોટી નાખી છે, મૃત્યુનો આંક સાડા ત્રણસો નજીક પહોંચી ગયો છે તો પોઝીટીવ દર્દીઓની સંખ્યા પાંચ હજાર નજીક પહોંચતી જાય છે, શહેર-જિલ્લામાં સંક્રમણ અત્યંત બેકાબુ હોવાનું સ્પષ્ટ થયું છે, ખુદ હાઇકોર્ટે પણ સુઓમોટોમાં ગઇકાલે એવું રૂલીંગ આપ્યું છે કે, જામનગરમાં સંક્રમણને રોકવા માટે યોગ્ય પગલા લેવામાં આવ્યા નહીં હોવાના કારણે સંક્રમણ બેકાબુ બન્યું છે, આ રીતે વડી અદાલતે રાજય સરકાર અને સ્થાનિક તંત્રને તમાચો માર્યો છે, સંક્રમણ કાબુમાં આવતું નથી છતાં તંત્ર દ્વારા વિશેષ કોઇ કામગીરી સંક્રમણને રોકવા માટે થતી નહીં હોવાના કારણે હવે ખુદ જુદા-જુદા વેપારી એસોસીએશન સ્વૈચ્છીક લોકડાઉન માટે આગળ આવ્યા છે, ગ્રેઇન માર્કેટમાં બપોર બાદ સજ્જડ બંધ હતું તો ચાંદીબજારમાં જડબેસલાક બંધ જોવા મળેલ છે.

Chandi 122

ગ્રેઈન માર્કેટમાં આંશિક લોકડાઉનની સ્વયંભૂ કડક અમલવારી: બપોર પછી બજાર સંપૂર્ણ બંધ

જામનગરની આર્થિક ધોરી નસ સમાન ગ્રેઈન માર્કેટના તમામ  વેપારીઓ દ્વારા કોરોનાના વધી રહેલા સંક્રમણને અટકાવવા સ્વયંભૂ આંશિક લોકડાઉનનો નિર્ણય કર્યો હતો. સીડઝ એન્ડ ગ્રેઈન મર્ચન્ટ એસો.ના પ્રમુખ જીતુભાઈ લાલે તથા વેપારી અગ્રણીઓએ કરેલી અપીલને તમામ વેપારીઓએ અદ્ભુત પ્રતિસાદ આપ્યો છે અને ગ્રેઈન માર્કેટની તમામ દુકાનો બપોરે બે વાગ્યા પછી બંધ રહી હતી અને સમગ્ર માર્કેટ સંપૂર્ણપણે બંધ રહી હતી. વેપારીઓએ દર્શાવેલી જાગૃતિ અને મક્કમતામાંથી પ્રેરણા લઈ જામનગરવાસીઓ પણ લોકડાઉનના તમામ નિયમોનું કડક પાલન કરે તેવી અપીલ જીતુભાઈ લાલે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.