Abtak Media Google News

આપણી ત્વચા, નખ અને વાળ કેરોટીન પ્રોટીનના બનેલા છે. જો તેની ખામી હોય તો તે તેની સુંદરતા ખોઈ બેસે છે. જાણીએ ઑરન ઇન્સ્ટિટ્યૂટનાં કોસ્મેટોલોજિસ્ટ પાસેથી કે શરીરમાં કેવા પ્રકારના વિટામિન્સ સુંદરતા ટકાવી રાખે છે.

વિટામિન-એ (ફેટીનોલ):વિટામિન- એની ખામીને લીધે ત્વચા શુષ્ક અને નિરસ દેખાય છે. જેના લીધે ઉંમર સમય કરતાં વહેલી દેખાય છે. તેનો સૌથી મોટો થોત પપૈયું, ગાજર, ચીઝ, ઓઈલ, લીલાં શાકભાજી છે.

વિટામિન-બી-૨(રિબોફ્લેવીન: વિટામિન-બી-૨ની ખામીના લીધે મોઢાની અને નખની આજુબાજુની ત્વચા ફાટી જાય છે અને માામાં ખોડો થઈ જાય છે. વિટામિન-બી-૨ ખાસ કરીને વીટ જર્મ, પોટ્રી, બદામ, ઍવાકાડો અને લીલાં શાકભાજીમાંથી મળે છે.

વિટામિન-બી-૭ (બાયોટીન): આ વિટામિન સ્વસ્થ ત્વચા અને વાળ માટે ખૂબ જરૂરી છે. જે ત્વચા અને વાળની બ્યુટી પ્રોડક્ટમાં હોય છે. આ વિટામિનનો સૌી મોટો થોત મશરૂમ અને માછલી છે.

વિટામીન-ઈ: વધતી ઉંમરને રોકવા માટે આ વિટામિનનો ફાળો ખૂબ મહત્વનો છે. આ વિટામિન ગાજર, લીલા શાકભાજી, ઈંડાં, સૂર્યમુખીનાં બી અને આખાં અનાજમાંથી મળે છે.

વિટામિન-સી: ઇલાસ્ટિન અને કોલેજન ફાઈબર્સ કે જે ત્વચાને લચીલી બનાવવામાં મદદ કરે છે. વધતી ઉંમરી ત્વચામાં તથા ફેરફારને રોકી ત્વચાને યુવાન રાખે છે. આ વિટામિન બટાકા, ટામેટાં, કોબીજ, બ્રોકોલી, ખાટાં ફળમાંથી મળે છે.

આયોડિન: આયોડિનની ખામીથી ત્વચા ઉપર કરચલીઓ પડે છે અને ત્વચા નીરસ, શુષ્ક થઈ જાય છે. ત્વચા તેની ચમક ખોઈ બેસે છે. વાળ પણ ખૂબ ઝડપી ઊતરવા માડે છે. આ વિટામિન મેળવવાનો સૌથી મોટો થોત સેલફિશ, દરિયાઈ ફૂલ, મીઠું અને વનસ્પતિ છે.

સલ્ફર: આ તત્વ ત્વચા, વાળ અને નખ ત્રણેય માટે ખૂબ જ મહત્વનું છે. જે ઈંડાં, પોટ્રી, માછલી, બીન્સ અને ડુંગળીમાંથી મળે છે.

સેલેનિયમ: સનબર્ન તું અટકાવે છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણોી ત્વચાને તું નુકસાન અટકાવવા પણ મહત્વનું છે. તેનો મુખ્ય  થોત ઘઉં, તલ ને ધાન છે.

ઝિંક: આ તત્ત્વ કોલેજન અને ઇલાસ્ટિન ફાઈબર્સને નુકસાન તું અટકાવે છે. ત્વચામાં રૃઝ લાવવા માટે તે ખૂબ જરૃરી છે. જે ઈંડાં, ડુંગળી, માછલી, શેલફિશ, તલ, બીન્સ ને મશરૃમમાંથી મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.