Abtak Media Google News

ઓછા વજનવાળા બે ટ્રક પકડી પાડતા વિસાવદર યાર્ડના વાઈસ ચેરમેન

વિસાવદર તાલુકામાં બહાર ગામના જીનના વેપારીઓ દલાલોનો રાફડો ફાટી નીકળેલ છે. જેલોકો ગામડામાં જઈ ખેડુતો સાથે કપાસના સોદો કરે છે. સાથે જે તોલ કરવાના કાંટા મજૂરો અને ટ્રકલઈને જાય છે. યાર્ડ કરતા ઉચા ભાવો આપવામા આવે છે. જે લાલચમાં ખેડૂતો ફસાઈ જાય છે. તાજેતરમાં ડાવડ માર્કેટીંગ યાર્ડના વા. ચેરમેન રીબડીયા કમલેશભાઈ વિઠ્ઠલભાઈએ છેલ્લા આઠ દિવસથી એવી માહિતી મળેલ કે બહારના જીનના વેપારી દલાલો ગામડે આવી અને તોલમાં છેતરપીંડી કરીને ખેડુતોને લૂંટ છે. કાલાવડ અને કાલસારી ગામેથી બે ટ્રક પકડવામાં આવેલ જે ટ્રકોમાં ૧૫ મણ સુધીનો વજન પકરની લૂંટ કરવામાં આવે છે.

આ ટ્રકો બંને ગોંડલ બાજુના જીનની છે તેવું જાણવા મળ્યું છે. બંને ટ્રકને માંડશવડ યાર્ડમાં લાવવામાં આવેલ જયાં દલાલો તથા ટ્રકના ડ્રાઈવરો ટ્રક મૂકીને ભાગી ગયેલ જે બંને ટ્રક ખાલી કરવામાં આવેલ બંને ટ્રકમાં વજન ૨-૪થી મણનો તફાવત આવેલ યાર્ડના ડિરેકટર દિનેશભાઈ વિકમા પણ આકાર્યક્રમમાં જોડાયેલ અને તેણે જણાવેલકે કોઈપણ ખેડુત ગામડેથી માલ ન વહેચે અને યાર્ડમાં લાવીને વહેચવો જેથી ખેડુતની મહેનતનું વળતર પૂરૂ મળે આવા યાર્ડના ડિરેકટરોજો જાગૃતતા દાખવે તો ખેડુત લૂંટાતો બંધ થાય અને તેની મહેનતનું પૂરૂ વળતર મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.