લાખો વિદ્યાર્થીઓએ આંખોમાં આંજેલા સપનાઓને વિશ્વ વિદ્યાલયે કર્યા સાકાર

જય હો જય હો જય જય કાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે ૫૪મો સ્થાપના દિવસ

૪૦ કોલેજોમાં ૪૦ હજાર છાત્રો સાથે ચાલુ થયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વ્યાપ સમયાંતરે વધતા અત્યારે અભ્યાસ કરે છે અઢી લાખ વિદ્યાર્થીઓ

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂ‚પાણી,  ઉચ્ચ કક્ષાના હોદ્દેદારો,  જજો, વકીલો, ડોક્ટરો, અનેકવિધ મહાનુભાવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ જે ગૌરવપૂર્ણ વાત

ધરમપુરના ઉતારાથી શ‚રૂ થયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યાત્રા આજે ૫૪માં વર્ષે સર્વે કુલપતિઓ, સત્તા મંડળના સભ્યો, પ્રાધ્યાપકો, આચાર્યો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના સહિયારા અવિરત પ્રયાસથી વટવૃક્ષ બની ઉભી છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના સૌરાષ્ટ્રનાં ઉચ્ચ શિક્ષણનાં ઈતિહાસમાં એક મહત્વની ઘટના ગણાવી શકાય. સૌરાષ્ટ્રનાં કેળવણીકારો દ્વારા પોતાના પ્રદેશનાં રીત-રીવાજો, પરંપરાઓ, સંસ્કૃતિ અને શિક્ષણ વ્યવસ્થા જીવંત રાખવા અને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણની તકો વિકસાવવા ઘણા વર્ષોથી અલગ વિદ્યાપીઠની માંગણીઓ થઈ રહી હતી. આ બધી જ પ્રક્રિયાઓ પરીપાક‚રૂ’પે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૨૩મે ૧૯૬૭નાં રોજ જન્મ થયો. નવનિર્માણ પામેલી આનવી યુનિવર્સિટી નવી દિશા આપવા માટે સૌરાષ્ટ્રનાં કેળવણીકાર તરીકે પ્રખ્યાત થયેલા ડોલરરાય માંકડને કુલપતિ તરીકે જવાબદારી સોંપવામાં આવી. પદ સંભાળ્યા બાદ કુલપતિ ડોલરભાઈ માંકડે યુનિવર્સિટીનાં દરેક કાર્યમાં પોતાના મૌલિક વિચારોથી એક આગવી પરંપરા અને પ્રણાલીકાઓ ઉભી કરીને યુનિર્સિટીને એક નવી દિશા આપવાનો પ્રયત્ન શ‚રૂ થયેલ ત્યારથી આજ સુધી લાખો વિદ્યાર્થીઓની આંખમાં આવેલા સપનાઓ આ વિશ્ર્વ વિદ્યાલયે સાકાર કર્યા છે.

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થયા પછી સૌરાષ્ટ્રની કોલેજોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો હતો. ગુજરાત જેવા વિશાળ પ્રદેશની બધી જ કોલેજો ગુજરાત યુનિવર્સિટીને સંલગ્ન હતી જેથી યુનિવર્સિટીનો કાર્યભાર પણ વધતો જતો હતો. ૧૯૪૮ પછી સૌરાષ્ટ્રનાં કેળવણીકારો અને અઘ્યાપકો દ્વારા સૌરાષ્ટ્રની એક અલગ યુનિવર્સિટી હોવી જોઈએ તેવી માંગણીઓ શરૂ‚ થઈ હતી ત્યાર બાદ છેક ૧૯૫૬માં સૌરાષ્ટ્ર રાજયનાં સ્ટેટ બોર્ડ ઓફ એજયુકેશનની છેલ્લી સભામાં સૌરાષ્ટ્ર માટે એક જુદી યુનિવર્સિટી હોવી જોઈએ તે ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. ૧૯૯૮માં જાણીતા કેળવણીકાર હરીભાઈ ત્રિવેદીએ મુંબઈની વિધાન પરીષદમાં સૌરાષ્ટ્રમાં જુદી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાની પ્રક્રિયા વેગવંતી બનાવી. ઈ.સ.૧૯૬૫માં ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાને લગતો અધિનિયમ પસાર કર્યો હતો અને ઈ.સ.૧૯૬૬ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યની શ‚આત થઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે ડોલરરાય માંકડ નિમાયા કોઈને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં હોય કે સૌરાષ્ટ્રમાં જયારે યુનિવર્સિટી થશે તેનાં પ્રથમ કુલપતિ તરીકે ડોલરરાય માંકડ હશે. ડોલરરાય માંકડ બે ટર્મ સુધી કુલપતિ તરીકે રહ્યા અને કુલપતિનાં કાર્યકાળમાં તેઓ અવસાન પામ્યા હતા. આજે યુનિવર્સિટી ડોલરભાઈ માંકડનાં કાર્યોને હજુ પણ યાદ કરે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શ‚રૂઆતથી જ કેટલાક વિવાદોસ પડાયેલી હતી જેમાં એક વિવાદ યુનિવર્સિટીની સ્થળ પસંદગીનો પણ હતો. ડોલરરાય માંકડે અમદાવાદમાં યુનિવર્સિટીની કામગીરી શરૂ કરી હતી. આસમયેસૌરાષ્ટ્રનાંઅલગ-અલગપ્રદેશજામનગર, રાજકોટ, ભાવનગરનાં રાજકિય નેતાઓ તરફથી પોતાનાં પ્રદેશમાં યુનિવર્સિટીની સ્થાપનાની માંગણી થતી હતી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડોલરભાઈ માંકડે સ્થળ પસંદગીની બાબતમાં તટસ્થતા દાખવી હતી અને મોટી મસલત કર્યા પછી યુનિવર્સિટીનું વડુ મથક રાજકોટમાં જ રહેશે તેવું નકકી થયું હતું. કુલપતિ ડોલરરાય માંકડ દ્વારા યુનિવર્સિટીનાં વિદ્યાકિય, સંસ્કારીક તથા સંશોધાત્મક પ્રવૃતિઓનું આયોજન અને તેનું સંચાલન કરી વિદ્યાર્થીઓનાં જીવન ઘડતર દ્વારા સમાજને ઉન્નત કરવાની જવાબદારી  યુનિવર્સિટીનાં કુલપતિને જવાબદારી સોંપાઈ. જવાબદારી સંભાળ્યા બાદ અનેક પ્રશ્ર્નો હતા બીજીબાજુ યુનિવર્સિટી બે કેમ્પસમાં વિભાજિત હતી. આમ યુનિવર્સિટીનું સમગ્ર વહિવટી તંત્ર ઉભુ કરવાથી માંડીને કાયદા મુજબ જુદા-જુદા અધિકાર મંડળોની ચુંટણી, જમીનનું સંપાદન, યુનિવર્સિટીનાં અનુસ્નાતક શૈક્ષણિક ભવનો શરૂ કરવા, નવી જોડાયેલ કોલેજનાં પ્રશ્ર્નો, અનેક વહિવટી તેમજ વિધાકિય પ્રશ્ર્નો અંગે યુનિવર્સિટીનાં અધિકાર મંડળોને વિશ્ર્વાસમાં લઈ સજગતાથી માનસિક પરિશ્રમ ઉઠાવ્યો હતો. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અત્યાર સુધીનાં કાર્યકાળમાં અનેક કુલપતિઓ આવ્યા જેમાં સૌપ્રથમ ડોલરરાય માંકડ, એ.આર.બક્ષી, જે.બી.સેન્ડીલ, વાય.પી.શુકલ, એચ.એસ.સંઘવી, ડી.એન.પાઠક, એસ.આર.દવે, આર.બી.શુકલ, કે.એન.શાહ, એસ.વાય.મહેતા, જે.જે.દેસાઈ, એચ.એમ.જોશી, કે.જી.માવાણી, કમલેશ જોશીપુરા, મહેન્દ્ર પાડલીયા, પ્રતાપસિંહ ચૌહાણ અને હાલનાં કુલપતિ તરીકે ડો.નિતીન પેથાણી ફરજ બજાવી રહ્યા છે. અત્યાર સુધીનાં કાર્યકાળ દરમિયાન ડોલરરાય માંકડ, કનુભાઈ માવાણી અને કમલેશ જોશીપુરાએ બે ટર્મ સુધી કુલપતિ તરીકેની ફરજ બજાવી હતી અને યુનિવર્સિટીને ઉંચાઈ પર લઈ જવા તમામ કુલપતિ અને યુનિવર્સિટીનાં અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફગણનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શરૂઆતથી જ અનેક ઈતિહાસ ક્ષેત્રનાં અને અન્ય તમામ સંશોધનો થયા છે. ધીમે-ધીમે યુનિવર્સિટી દ્વારા નવા-નવા ટેકનોલોજી ક્ષેત્રે પણ સંશોધન કરવામાં આવ્યા અને હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર એ ગ્રેડ ધરાવતી યુનિવર્સિટી તરીકે પ્રખ્યાત છે જેમાં લાખો વિદ્યાર્થીઓનાં સપનાઓ સાકાર થયા છે અને અનેક નેતાઓ તેમજ મહાનુભાવો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને આગળ વઘ્યા છે.

વિદ્યાર્થીનો વિકાસ એજ યુનિવર્સિટીનું લક્ષ્ય: ડો.પ્રતાપસિંહ ચૌહાણ

યુનિવર્સિટી ૧૯૬૭ થી શ‚થઈત્યારબાદ૨૦૧૪સુધીમાંતમામશિખરોપ્રાપ્તકર્યાછે. આયુનિવર્સિટીનીક્ષમતાનોજોયોગ્યઉપયોગથાયતોહજુપણયુનિવર્સિટીખુબજઆગળવધીશકેછે. મારોકુલપતિતરીકેનો ત્રણ વર્ષનો અનુભવ બધાને સાથે લઈ ખુબ જ મોટું યોગદાન આપ્યું છે. હજુ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોટેનશીયલ યુનિવર્સિટી છે અને તેનો વિદ્યાર્થી, અઘ્યાપક અને તેની સાથે જોડાયેલા કર્મચારીઓ બધા એક મત થઈ યુનિવર્સિટીને આગળ વધારવા કામે લાગી જાય તેવો મારો મત છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીદ્વારાસૌરાષ્ટ્રયુનિવર્સિટીનેખુબજમદદ‚પથઈરહ્યાછેઅનેઆતકનોલાભયુનિવર્સિટીઓનાંવિદ્યાર્થીઓએલેવોજોઈએ.

૫૪માં સ્થાપના દિને પ્રથમ કુલગુ‚ડોલરરાયમાંકડની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા વી.સી.-પી.વી.સી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૫૪માં સ્થાપના દિવસની કુલપતિ ડો.નિતીન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી અને સૌ સિન્ડીકેટ સભ્યોએ શુભકામનાઓ પાઠવી હતી. ધરમપુરનાં ઉતારાથી શ‚થયેલસૌરાષ્ટ્રયુનિવર્સિટીનીઆયાત્રાઆજે૫૪માંવર્ષેસર્વકુલગુ‚ઓ, સતામંડળનાં સભ્યો, પ્રાઘ્યાપકો, આચાર્યો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનાં સહિયારા અવિરત પ્રયાસથી વટવૃક્ષ બનીને ઉભું છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૫૪માં સ્થાપના દિન નિમિતે માતા સરસ્વતીજીનું પુજન, પૂજય ડોલરરાયકાકાને વીસી, પીવીસી અને અન્ય સિન્ડીકેટ સભયો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૫૪માં સ્થાપના દિન નિમિતે પૂ.મોરારીબાપુ, પૂ.રમેશભાઈ ઓઝા, મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા સંગઠનનાં મહામંત્રી સહિતનાઓને ફોન કરીને વિજય દેસાણીએ આશીર્વાદ મેળવ્યા હતા.

યુનિવર્સિટીનું સ્તર ઉચું લાવવા તમામનું યોગદાન જરૂરી: ડો.નીતિન પેથાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નીતિન પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીનાં ૫૪માં સ્થાપના દિવસ નિમિતે હું તમામ પદાધિકારીથી માંડી તમામ વિદ્યાર્થીગણ સુધી બધાને શુભકામના પાઠવું છું. સાથો સાથ વિદ્યાર્થીઓ કર્મઠ બને, સામ્થ્યવાન બને,  સક્ષમ બને અને યુનિવર્સિટીનાં આગામી વર્ષમાં મુલ્યાંકન માટેની જે ટીમ આવવાની છે તેની તૈયારી થઈ રહી છે. સાથો સાથ તેમાં સૌનો સાથ-સહકાર મળી રહે અને યુનિવર્સિટીનું સ્તર છે તે પ્રમાણેનું મુલ્યાંકન થાય અને તે પ્રમાણે ગ્રેડ મળે તે માટે સૌ સંકલ્પબઘ્ધ બની તેવા મારા શુભાશિષ છે.

વિદ્યાર્થીઓ અર્ન એન્ડ લર્ન દ્વારા આગળ વધે: કનુભાઈ માવાણી

ઈ.સ.૧૯૯૯થી ૨૦૦૫ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બે ટર્મ સુધી કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળેલા એવા ડો.કનુભાઈ માવાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અભ્યાસની પ્રવૃતિ વધુને વધુ સુધરે અને નેટ દ્વારા તે મુલ્યાંકન કરવામાં આવે છે તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં તમામ અધિકારીઓ, કર્મચારીઓ સાથે મળીને એ પ્લસ ગ્રેડ મેળવીને અને વિદ્યાર્થીઓ અન એન્ડ લન પ્રક્રિયાથી આગળ વધે પોતે ભણે અને પોતાની રીતે આગળ વધીને ‚પિયાકમાતાથાયતેવીમારીવિદ્યાર્થીઓનેઅપીલછે. યુનિવર્સિટીમાંમાત્રશિક્ષણજનહીંતમામ અધિકારીઓ અને કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તેવી મારી લાગણી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાલેફુલે અને ડોલરદાદાના અધુરા સપના પુરા કરવા તમામ કર્મચારીઓગણ પોતાનું યોગદાન આપે તેવી મારી લાગણી છે.

બે દશકામાં યુનિવર્સિટીએ હરણફાળ પ્રગતિ કરી: ડો.કમલેશ જોશીપુરા

ઈ.સ.૨૦૦૫ થી ૨૦૧૧ સુધી કુલપતિ તરીકે રહી ચુકેલા ડો.કમલેશ જોશીપુરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવયું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિકાસમાં તમામ કુલપતિઓએ અને અન્ય તમામ કર્મચારીઓએ બહુમુલ્ય યોગદાન આપ્યું હતું. સૌના સહિયારા પ્રયત્નોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માત્ર રાજય જ નહીં પરંતુ દેશમાં પોતાની અને પોતાનાં વિદ્યાર્થીઓની શાખ પ્રસ્થાપિત કરી છે. વિકાસની ગતિ અવિરત રહે તેમાં સૌના પ્રયત્નો હજુ પણ વધારે ઉગી નિકળે તેવી શુભેચ્છાઓ. જયાં પણ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓનું હિત હોય ત્યાં યુનિવર્સિટી હંમેશા અગ્રેસર રહી છે. છેલ્લા બે દશકામાં જે સંશોધનો થયા, પેટન્ટ ફાઈલ થઈ તેમજ વિદ્યાર્થીઓનો પણ કયાંકને કયાંક વિકાસ થયો તેમાં સૌનું ખુબ જ વધુ યોગદાન રહેલું છે. યુનિવર્સિટી હજુ વધુ આગળ વધે અને એ પ્લસ ગ્રેડ મેળવે તેવી મારી શુભેચ્છાઓ છે.

Loading...