વિદેશથી આવેલા ૯૬૦ તબલિગીઓને બ્લેકલીસ્ટ કરીને વિઝા રદ કરાયા

દેશભરમાં કોરોના વાયરસના નવા નોંધાયેલા કેસોમાંથી ૬૫ ટકા  કેસો તબલિગીઓ દ્વારા ફેલાયાનો ચોંકાવનારો ખુલાસો

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને કાબુમાં લેવા કેન્દ્ર સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે લોકડાઉન સહિતના અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. પરંતુ, આ પગલાઓ પર ગત માસે દિલ્હીના નિજામુદ્દીનમાં યોજાયેલા તબલીધીઓના મરકજમાં ભાગ લેનારા હજારો દેશી-વિદેશી જમાતીઓએ પાણી ફેરવી દીધું છે. આ કાર્યક્રમમાં ભાગ લઇને પોતાના વતનમાં ગયેલા જમાતીઓ કોરોના વાયરસના લોકલ કેરીયર બની ગયા છે.

જેના કારણે છેલ્લા પાંચ દિવસમાં દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે આ નવા કેસોમાં ૬૫ ટકા જમાતીઓ કે તેમના દ્વારા ફેલાયેલા ચેપના કારણે છે. બીજી તરફ જમાતીઓના આ કરતુતથી ચોંકી ઉઠેલી કેન્દ્ર સરકારે આ મરકજમાં ભાગ લેવા આવેલા ૯૬૦ કબલીધીઓને બ્લેકલીસ્ટ કરીને તેમના પ્રવાસી વિઝા કેન્સલ કર્યા છે. જેથી, આ વિદેશીઓને ભારતમાં કોરોના ફેલાવવાનું મોંધું પડશે.

ગત માસે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી તબલીધી જમાતની મરકજમાં યોજાયેલા કાર્યક્રમ માટે પ્રવાસી વિઝા લઇને ૯૬૦ વિદેશી જમાતીઓ ભારત આવ્યા હતા. આ વિદેશી જમાતીઓ કોરોના વાઇરસ ફેલાવવાનું કારણ બન્યા હોય કેન્દ્ર સરકાર દ્વારા આ તમામ વિદેશીઓને બ્લેકલીસ્ટ કર્યા છે. ઉપરાંત તેઓએ વિઝાની શરતોનું ભંગ કયુૃ હોય જેમના વિઝાનો પણ રદ કરી નાખવામાં આવ્યા છે.

ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજયોના પોલીસ વડાઓને તેમના રાજયમાં ફોરેનર એકટ અને ડીમીસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા તાકિદ કરી છે આ વિદેશી જમાતીઓને બ્લેકલીસ્ટ કરાયા હોય તેમને તેમની સરકારો પણ ભારતીય કાયદા હેઠળની દંડાત્મક કાર્યવાહીથી બચાવી શકશે નહીં.

બુધવારે દેશમાં કોરોના પીડીતોની સંખ્યા આશરે ર૦૦૦ જેટલી હતી પરંતુ બે જ દિવસમાં નવા પ૦૦ કેસો સાથે દર્દીઓની સંખ્યા રપ૦૦ ને વટાવી ગઇ છે. જેમાંના ૬૫ ટકા જેટલા દર્દીઓ એ દિલ્હીના તબલીધી જમાતના કાર્યક્રમમાં ભાગ લીધો હોવાનું કે આ કાર્યક્રમમાં ભાગ લેનારા જમાતીઓના સંસર્ગમાં આવવાથી કોરોના ફેલાયાનું ખુલવા પામ્યું છે. દિલ્હીમાં નવા નોંધાયેલા ૧૪૧ કેસોમાંથી ૧ર૯ કેસો જમાતીઓ સાથે સંકળાયેલા છે. જયારે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગણા જેવા દક્ષિણ ભારતના રાજયોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોમાંથી ૧૪૩ કેસો જમાતીઓ સાથે સંકળાયેલા હોવાનું ખુલવા પામ્યું છે.

તેવી જ રીતે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મણિપુર, અરૂણાચલ પ્રદેશ વગેરે રાજયોમાં નોંધાયેલા કોરોના વાયરસના નવા દર્દીઓમાંથી મોટાભાગના કેસો તબલીધી જમાત સાથે સંકળાયેલા હોવાનું ખુલ્લા પામતા સરકાર પણ ચોંકી ઉઠી છે. તાત્કાલીક આવા દર્દીઓને આઇસોલેશન વોર્ડોમાં દાખલ કરવામા આવ્યા છે. જયારે દિલ્હીથી પરત ફરેલા જમાતીઓ જેમને મળ્યા હોય તે તમામ લોકોને ઓળખી કાઢીને તેમને કવોરન્ટાઇન કરવા સહિતની કાર્યવાહી યુઘ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

Loading...