Abtak Media Google News

 

ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનું સૌથી મોટું ગાબડુ: વેંચવાલીનું મોજુ ફરી વળતા રોકાણકારોના ૬.૫૦ લાખ કરોડ ધોવાઈ ગયા

આજે હોળીના દિવસે શેરબજારમાં પણ ‘હોળી’ સર્જાઈ છે. કોરોના વાયરસની જવાળા શેરબજારને ભરખી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. સેન્સેકસમાં આજે ૨૫૪૦ પોઈન્ટના તોતીંગ કડાકાના કારણે રોકાણકારોમાં સોંપો પડી ગયો હતો. ભારે ધોવાણના પગલે સેન્સેકસ ૬ ટકા જેટલો ગગડી ગયો હતો. નિફટી પણ ૫ ટકાથી વધુ ગગળી જતાં રોકાણકારો મુંજવણમાં મુકાયા હતા. કોરોના વાયરસના પગલે વિશ્ર્વભરના ર્અતંત્રને માઠી અસર થઈ છે. જેના ગંભીર પરિણામો ભારતના શેરબજારમાં જોવા મળ્યા છે.

વૈશ્ર્વિક બજારો સાથે આજે ભારતીય શેરબજારમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. બજારમાં ગભરાટભરી વેચવાલીના કારણે મેટલ, પાવર, ટેકનો, રીયલ્ટી, એનર્જી, એફએમસીજી, આઈટી, ફાયનાન્સ અને બેન્કિંગના શેરો કડડભૂસ થઈ ગયા હતા, જંગી કડાકો બોલી ગયો હતો. ગત શુક્રવારે પણ બ્લેક ફ્રાઈડે જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, શેરબજારના ઈતિહાસનો આ સૌથી મોટો કડાકો છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષ અનુક્રમે ૬૬૩ અને ૬૩૦ પોઈન્ટ તૂટી ચૂકયા છે. ઓએનજીસી, રિલાયન્સ, ટાટા મોટર્સ, જીલ, ઈન્ડુસીન્ડ બેંક સહિતના શેર ૧૦ ટકા સુધી તૂટી જવા પામ્યા હતા. બીજી તરફ એકસીસ બેંક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ સહિતની બેંકોના શેરમાં પણ ગાબડુ પડ્યું હતું. યશ બેંક (૩૦ ટકા વધ્યો), ઈન્ફ્રાટેલ (૪.૯૮ ટકા વધ્યો) અને બીપીસીએલ (૪.૩૮ ટકા વધ્યો) સીવાયના શેરમાં ભયંકર ગાબડા જોવા મળ્યા હતા.

1.Banna For Site E1583754161353

બેંક નિફટીમાં પણ આરબીએલ, પીએનબી, કોટક, આઈડીએફસી, ફેડરલ અને બેંક ઓફ બરોડા સહિતના બેંકોમાં ભારે વેંચવાલીના માહોલના કારણે કડાકો બોલી ગયો હતો. આ લખાય છે ત્યારે બેંક નિફટી ૫.૧૪ના કડાકા (૧૪૨૬ પોઈન્ટ) સાથે ૨૬૩૮૪ એ ટ્રેડ થઈ રહી છે. નોંધનીય છે કે, ગત તા.૧લી જાન્યુઆરીથી કોરોના વાયરસ સહિતના કારણોથી વૈશ્ર્વિક બજારોને અસર થઈ છે. જેના કારણે ભારતીય બજાર અત્યાર સુધીમાં ૧૪.૫૩ ટકા જેટલું તૂટી પડ્યું છે. આજે પણ રોકાણકારોની કરોડો રૂપિયાની સંપતિમાં ઘટાડો થયો હતો. આંકડા મુજબ ૬.૫૦ લાખ કરોડની સંપતિનું ધોવાણ આજે થઈ ગયું છે.

૧લી જાન્યુઆરી અત્યાર સુધીમાં સેન્સેકસ ૧૪.૫૩ ટકા તૂટ્યો

શેરબજારની હાલત નવા વર્ષના પ્રારંભી મહદઅંશે ખરાબ જોવા મળી છે. ૧લી જાન્યુઆરીના રોજ કડાકો બોલી જતાં સેન્સેકસ ૪૧૩૦૬ની સપાટીએ હતો. ત્યારબાદ ૬ જાન્યુઆરીના રોજ ૪૦૬૭૬એ પટકાયો હતો. ત્યારબાદ તા.૧લી ફેબ્રુઆરીના રોજ ફરીથી ગાબડુ પડતા સેન્સેકસ ૩૯૭૫૩એ સરકી ગયો હતો. ત્યારબાદ થોડા સમય માટે સેન્સેકસ સાઈડવે રહ્યો હતો. ફરીથી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ ગાબડુ પડતા સેન્સેકસ ૩૮૨૯૭એ પહોંચી ગયો હતો. ત્યારબાદ સમયાંતરે સેન્સેકસમાં નાના-મોટા ગાબડા જોવા મળ્યા હતા અને આજે તા.૯ માર્ચના રોજ સેન્સેકસમાં ભયંકર ગાબડુ પડતા સેન્સેકસે ૩૫૫૦૦નો સપોર્ટ તોડી નાખ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.