Abtak Media Google News

સર્વાઘ્યક્ષ પૂ. ગોકુલોત્સવ મહારાજ અને પૂ. વ્રજોત્સવજી મહોદયની પધરામણી: કાલે મુખ્યમંત્રી રુપાણી આપશે હાજરી: સોમયજ્ઞનો સર્વે ધર્મપ્રેમીજનો લાભ લે તે માટે આયોજકો ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે

ગોવર્ધન ગૌશાળાના સેવાર્થે તા.૧પ માર્ચ ૨૧ માર્ચ સુધી વિરાટ સોમયજ્ઞ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. યજ્ઞશાળા ૧૨૦ + ૧૨૦ ને ગોબર માટી દ્વારા સેંકડો સેવા ભાવી ભાઇ-બહેનો લીપણ કરી યજ્ઞશાળા તૈયાર કરી છે. દક્ષિણના ચારેય વેદોના જાણકાર પંડિતો આવી પહોચ્યા છે. અને હારાજેશ્રીના માર્ગદર્શન હેઠળ યજ્ઞવેદી (કુંડ) તૈયાર થઇ રહ્યાં છ. સોમયજ્ઞ અંતર્ગત વિષ્ણુગોપાલ ગજ્ઞમાં બેસવા માટે અભૂતપૂર્વ ધસારો થયો છે. સોમયજ્ઞના સર્વાઘ્યક્ષ સોમયાજી પૂ.પા. ગો. ગોકુલ્લોત્સીજી મહારાજ તેમજ યજ્ઞ આર્ય સોમયાજી પૂ.પા. ગો.ડો. વ્રજોત્સવજી મહોદય પણ રાજકોટ જનાના સહિત પધારેલ છે.

વિરાટ સોમયજ્ઞની સોમ રાજાના શોભાયાત્રા આજે બપોરે ૪ વાગ્યે જેરામભાઇ વાડોલીયાના નિયાસસ્થાને શ્રી બાલકૃષ્ણ કૃપા, ર-ધરમનગર, પરફેકટશોરુમ વાળી શેરી, ૧પ૦ રીંગ રોડ ગાંધીગ્રામ રાજકોટથી થી પ્રસ્થાન થશે. શોભાયાત્રામાં સોમકળશ બિરાજશે. ભકતજનો પોતાના મનના મનોરથ પૂર્ણ કરવા પીળા અક્ષત (ઘી તથા હળદરથી પીળા કરેલા આખા ચોખા બન્ને છેડાન, અણી ભાંગ્યા વગરના શોભાયાત્રા માર્ગમાં કલશમાં પધરાવી શકશે.

ગૌસેવાના સેવાર્થે આયોજીત વિરાટ સોમયજ્ઞના દર્શન કરવા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી કાલે સાંજે ૬ કલાકે પધારી રહ્યાં છે. ભૂતકાળમાં ૨૦૧૧ માં રાજકોટમાં યોજાયેલ સોમયજ્ઞમાં તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ સોમયજ્ઞના દર્શન કરવા પધારેલ તેમજ કૃષિમંત્રી આર.સી.ફળદુ પૂરવઠા મંત્રી, જયેશભાઇ રાદડીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, બીન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા, ધનસુખભાઇ ભંડેરી, ડો. વલ્લભભાઇ કથીરીયા, અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, નરેશભાઇ પટેલ, કમલેશભાઇ મીરાણી, ભાનુબેન બાબરીયા, નીતીનભાઇ ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, અંજલીબેન ‚પાણી, ઉદયભાઇ કાનગડ વિગેરે મહાનુભાવો પણ સોમયજ્ઞના દર્શન કરવા પધારશે.

રાજકોટમાં યોજાયેલ સોમયજ્ઞ તા. ૧૬ થી ૨૧ માર્ચ સુધી દરરોજ સવારે ૮.૩૦ થી ૧ તથા બપોરના ૩ વાગ્યે ફરી શરુ થશે. પરિક્રમા ર૪ કલાક ચાલુ રહેશે. હજારો ભકતજનો યજ્ઞશાળાની ફરતે પગપાળા દંડવતી પરિક્રમાનો લાભ લેશે. આજે સાંજુ તુલસી વિવાહ મનોરથ દર્શન થશે.

વિરાટ સોમયજ્ઞનના દર્શન અક્ષત વર્ષા પરિક્રમા તથા મહાજનના વચનામૃતનો લાભ લેવા જાહેર જનતાને પધારવા ગોવર્ધન ગૌશાળા પરિવાર જાહેર અનુરોધ કરે છે.ઉપરોકત આયોજનને સફળ બનાવવા માટે આયોજન સમીતીના તરુણભાઇ નળીયાપર, હિતેષ એન વાડોદરીયા, તેમજ એન.કે. પોપટએ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.