Abtak Media Google News

૧૪ ઈનિગ્સમાં ૭૯.૧૮ રનની એવરેજી ૮૭૧ રન બનાવી ઓસ્ટ્રેલીયાના મહાન બેટ્સમેન એલન બોર્ડરનો રેકોર્ડ તોડતો વિરાટ કોહલી

સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં વિરાટ સિધ્ધીની સાંકળ રચાઈ ગઈ છે. કેપ્ટન તરીકે કોહલીનો આ સર્વશ્રેષ્ઠ પ્રવાસ ગણી શકાય. કોહલીએ ક્રિકેટના બધા જ ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ૭૯.૧૮ની બેટીંગ એવરેજી શ્રેણીમાં ૮૭૧ રન બનાવી વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના મહાન બલેબાજ એલન બોર્ડરનો વિક્રમ તોડી પાડયો છે.

વર્ષ ૧૯૮૫માં એલન બોર્ડરે ઈંગ્લેન્ડની ટીમ સામે ૧૪ ઈનીંગમાં ૭૮૫ રન ફટકાર્યા હતા. જયારે િવરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં કુલ ૧૪ ઈનીંગમાં ૮૭૧ રન ફટકારી એલનનો રેકોર્ડ તોડયો છે. કોહલીી એક ક્રમ આગળ હવે ગ્રેમ સ્મિ છે. તેણે ઈંગ્લેન્ડ સામે ૧૬ ઈનીંગમાં ૯૩૭ રન બનાવી ટોચનું સન જાળવી રાખ્યું છે.

૪ા ક્રમાંક પર ઈંગ્લેન્ડની ટીમનો પૂર્વ કેપ્ટન એલીસ્ટર કુક છે. તેણે ભારત સામેની ૧૩ ઈનીંગમાં ૭૬૯ રન બનાવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ શ્રેણીમાં કોહલીએ ૨૮૬ રન બનાવી એબીડી વિલ્યર્સને પાછળ છોડી દીધો છે.

સાઉથ આફ્રિકા સામેની છ વનડે મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ૧૮૬ રનની એવરેજી ૫૫૮ રન બનાવ્યા છે. શ્રેણીમાં કોહલી બાદ ધુંઆધાર બેટ્સમેન શીખર ધવનનો ક્રમ આવે છે. તેણે વનડે મેચમાં ૬૪.૬૦ રનની એવરેજી ૩૨૩ રન બનાવ્યા છે. અલબત છેલ્લા બે મેચના પ્રદર્શન મામલે ધવન કોહલી કરતા આગળ નીકળી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.