Abtak Media Google News

આઈસીસીનું ટેસ્ટ રેન્કિંગ પડયું બહાર

ભારતીય ક્રિકેટ ટીમનાં સુકાની વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં અવ્વલ ક્રમે છે જયારે ભારતનાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-૧૦માં સમાવેશ કર્યો છે. વિરાટ કોહલી ૬ પોઈન્ટનાં વધારા સાથે સ્ટિવ સ્મિથને પાછળ રાખી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં મોખરે છે ત્યારે સૌપ્રથમ વખત જસપ્રીત બુમરાહે તેની મેડન એન્ટ્રી કરી છે ત્યારે સૌથી વધુ કોઈ ખેલાડીને ફાયદો થયો હોય તો તે બેનસ્ટોક છે જેને તેની કેરીયરની સૌથી સારી પોઝીશન બેટસમેનોમાં પ્રાપ્ત થઈ છે. હાલ તે આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં ૧૩માં ક્રમ પર રહેલો છે.  ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમ પર અવ્વલ રહેલા વિરાટ કોહલીનાં ૯૧૦ પોઈન્ટ છે જયારે સ્ટિવ સ્મિથનાં ૯૦૪ પોઈન્ટે બીજા ક્રમ પર છે. ત્રીજા ક્રમ પરની જો વાત કરવામાં આવે તો કેન વિલિયમ્સન અને ચોથા ક્રમ પર ચેતેશ્ર્વર પુજારાનું નામ છે. જયારે ભારતીય ટેસ્ટ ટીમનાં ઉપસુકાની અજીંકય રહાણે ૧૦માં ક્રમ પરથી હટી ૧૧માં ક્રમે પહોંચ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહ સૌથી વધુ ઝડપી ૫૦ વિકેટ લેતાની સાથે જ તે ૯માં ક્રમ પર પહોંચ્યો છે. જેથી આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં ભારત દેશનું પ્રભુત્વ બરકરાર રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.