Abtak Media Google News

વિકેટ કિપર બેટસમેન રીષભ પંત પણ સદી ભણી: ભારતનો સ્કોર ૪૬૪/૪

બેટસમેનો માટે સ્વર્ગસમી ખંઢેરીની વિકેટ પર ગઈકાલે ટેસ્ટમાં પદાર્પણના ઓપનર પૃથ્વી શોએ ધમાકેદાર સદી ફટકાર્યા બાદ આજે ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના સુકાની અને વિશ્ર્વના નં.૧ બેટસમેન વિરાટ કોહલી પણ પોતાની ટેસ્ટ કારકિર્દીની વધુ એક સદી પૂર્ણ કરી છે. વિકેટ કિપર બેટસમેન રીષભ પંતે સિકસર ફટકારી અડધી સદી પૂર્ણ કરી હતી. લખાય રહ્યું છે ત્યારે ભારતે ૧૦૭ ઓવરમાં ૪ વિકેટના ભોગે ૪૬૪ રન બનાવી લીધા છે.

રાજકોટ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ગઈકાલે ભારતના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટેસ્ટમાં ડેબ્યુ કરનાર ઓપનર પૃથ્વી શો આક્રમક બેટીંગ કરતા આકર્ષક સદી ફટકારી હતી. લોકલ બોય ચેતેશ્ર્વર પુજારાએ પણ અડધી સદી હતી. ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે ૪ વિકેટના ભોગે ૩૬૪ રન બનાવી લેતા ભારત જંગી જુમલો ખડકશે તે વાત નિશ્ર્ચિત થઈ ગઈ હતી. આજે ટેસ્ટના બીજા દિવસે સુકાની વિરાટ કોહલી અને વિકેટ કિપર બેટસમેન રીષભ પંતે ૩૬૪/૪ ના સ્કોરેથી રમતની આગળ ધપાવી હતી. કોહલીની સરખામણીએ પંત આજે થોડો વધુ આક્રમક જણાતો હતો તેને આજે પોતાની અડધી સદી લોંગ ઓન પર ટાવરીંગ સિકસર પર ફટકારી પુરી કરી હતી.

વર્લ્ડનો નંબર વન બેટસમેન અને ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલી પોતાની ટેસ્ટ કારકિર્દીની વધુ એક સદી પુરી કરી છે. વિરાટની સદીનો સાક્ષી બનવા માટે સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડયા છે. ગઈકાલે બે ક્રિકેટ પ્રેમીઓ ચાલુ મેચે મેદાનમાં ઘુસી ગયા હતા અને વિરાટ કોહલી સાથે સેલ્ફી લીધી હતી. આ ઘટનાના પગલે સુરક્ષા વ્યવસ્થાની ખુબ જ ટીકા થઈ હતી.

દરમિયાન આજે મેદાનની અંદર સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવી દેવામાં આવી હતી. આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦:૫૦ કલાકે ભારતે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ૪ વિકેટના ભોગે ૪૬૪ રન બનાવી લીધા છે. વિરાટ કોહલી ૧૦૨ રન અને રિષભ પંત ૮૮ રન સાથે મેદાનમાં છે.

પાપા કહેતે હૈ બડા નામ કરેગા…..

Prv 1538702847ધમાકેદાર ‘શો ’કરનાર પૃથ્વીએ માતાની ફરજ બજાવનાર પિતાને સદી અર્પણ કરી

સચિન તેંડુલકરે તેની સમગ્ર કારકિર્દીમાં વિક્રમની હારમાળા સર્જી હતી તેવી જ રીતે ૧૮ વર્ષીય પૃથ્વી શો એ વિન્ડીઝ સામેની ટેસ્ટમાં ૧૫૪ બોલમાં ૧૩૪ રન ફટકારના પૃથ્વીને તેની આ સદીની સફળતા પાછળ તેના પિતાના પરિશ્રમને જવાબદાર માની તેની પહેલી સદી પિતાને નામે કરી દીધી છે.

ખુબ જ નાની ઉમરે માતાને ગુમાવનાર પૃથ્વીને તેના પિતાએ મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો દિકારા ના સુખી ભવિષ્ય માટે પૃથ્વીના પિતાએ બીજા લગ્ન પણ ન કર્યા અને માતા-પિતા બંનેનો પ્રેમ પૃથ્વી પર ન્યોચ્છાવક કરી દીધો.

પૃથ્વી શો ના જણાવ્યા પ્રમાણે તેના પિતાને ક્રિકેટ વિષે વધારે સમજ નથી પરંતુ તેમણે હંમેશા તેને ગમે તે પ્રવૃતિ કરવા જ પ્રેર્યો છે. ક્રિકેટના મેદાનમાં ઉતરતા પહેલા જ તેના પીતાએ તેને સફળતાના આર્શિવાદ આપ્યા હતા. વધુમાં શો કહે છે કે તે મેદાનમાં ઉતર્યો ત્યારે ખુબ જ નવર્સ હતો પરંતુ ઇન્ડિયન ટીમના ટીમ સ્પીરીટ અને મારા પિતાની મહેનતે મને મેદાનમાં ઝઝુમવાની શકિત આપી.

ઉલ્લેખનીય છે કે અગાઉ ઇગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પણ મોકલાયો હતો પરંતુ તેને ત્યાં રમવાની તક મળી ન હતી. ભારત આવ્યા બાદ તેને વેસ્ટ ઇન્ડીઝ  સામે પસંદ કરવામાં આવ્યો અને નાની વયે ટેસ્ટ પ્રવેશ કરનારો પૃથ્વી ભારતનો બીજો સૌથી યુવાન ઓપનર બની ગયો. અગાઉ વિજય નરેશએ ૧૭ વર્ષ અને ૨૬૫ દિવસની વયે ભારત માટે ટેસ્ટ પ્રવેશ ઓપનીંગ કર્યુ હતુ. આ ઉપરાંત પાર્થીવ પટેલે પણ ૧૭ વર્ષ૨૮૫ દિવસની વયે ભારત માટે ઓપનીંગ કર્યુ હતું. જો કે બંને જુનીયર કરતા પૃથ્વી શો એ સારુ પ્રદર્શન કરતા લોકો ના દિલમાં વસી ગયો છે.

તો બીજી તરફ અસહ્ય ગરમીને કારણે સૌરાષ્ટ્રનો સ્ટાર બેટસમેન ચેતેશ્ર્વર પુજારા ખિસ્સામાં પાણીની બોટલ રાખીને રમ્યો હતો ગરમીને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે. અને તેને કારણે રમતમાં પણ ખલેલ પડી શકે છે. માટે તે પાણીની નાની બોટલ ખિસ્સામાં રાખીને મેચ રમ્યો. બ્રેક સમયે તે ખિસ્સામાંથી પાણી કાઢી પિતા હોવાનું જોવા મળ્યું જયારે ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીના વિશ્ર્વભરમાં લાખો ચાહકો છે તો રંગીલા રાજકોટમાં પણ તેના ચાહકો તેની સાથે સેલ્ફી લેવા ઉમટી પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.