Abtak Media Google News

ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનાર ૧૦૦ ખેલાડીઓમાં વિરાટને સ્થાન મળ્યું

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી દેશનો ચાહિતો ખેલાડી છે. ૨૮ વર્ષીય વિરાટે ફોર્બસની યાદીમાં ક્રિસ્ટાનીયો રોનાલ્ડો દ્વારા સૌી વધુ આવક ધરાવનારા દુનિયાના ૧૦૦ રમતવીરો ૮૯મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ફોર્બસની યાદીમાં સૌી વધુ કમાનાર રમતવીરોની કમાણી પણ દર્શાવવામાં આવી હતી.

જે મુજબ તેની કમાણી ૨૨ મિલિયન યુએસ ડોલર પ્રાપ્ત કરે છે જે મુજબ ત્રણ મિલિયન તેની સેલેરી છે જ્યારે ૧૯ મિલીયન તેને એન્ડોર્સમેન્ટ માટે મળે છે. કોહલી વિશે વધુ માહિતી આપતા ફોર્બસે જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટમાં સાચા કારણ માટે કમાણી કરે છે અને તેની સરખામણી અત્યાર સુધીના શ્રેષ્ઠ સચીન તેન્ડુલકર સો કરી હતી. વધુમાં ઉમેર્યું હતું કે, કોહલીએ તેના બેટીંગમાં એક પછી એક રેકોર્ડ કરવાનું ચાલુ રાખ્યું છે. ૨૦૧૫ ી તેણે કપ્તાન તરીકેનું સુકાન સંભાળ્યું છે. ભારતની ટીમમાં સૌી નાની ઉંમરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી બન્યો છે.

ગત વર્ષે કોહલીની સેલેરી ૧ મીલીયન યુએસ ડોલર હતી અને ભારતીય પ્રિમીયર લીગમાં પણ સૌી વધુ કમાણી ૨-૩ યુએસ ડોલર તેને રોયલ ચેલેન્જર મુંબઈ દ્વારા કરી હતી. તેની કમાણીમાં ધરખમ તફાવત જોવા મળ્યો છે. જો કે આ કમાણી તેને સ્પોર્ન્સ દ્વારા ઈ છે. તે હાલ રમતની દુનિયામાં સ્પોર્ન્સ માટે ચાહિતો ચહેરો છે. રોનાલ્ડોએ કુલ આવકના આંકડાઓ સો યાદી દર્શાવી છે. જે મુજબ કુલ કમાણી ૯૩ મીલીયન ડોલર છે જે અમેરિકન બાસ્કેટ બોલ સ્ટાર લીબ્રોન જેમ્સની કમાણી ૮૬.૨ મીલીયન કરતા વધારે છે. આર્જેન્ટીનાના ફૂટબોલ ખેલાડી લેઓનેલ મેસી તેના પછી ૮૦ મીલીયન સો ત્રીજા ક્રમે છે. તેમજ ટેનીસ સ્ટાર રોજર ફેડરર ૬૪ મીલીયન અને અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડી કેવીન કરંટ ચોથા ક્રમે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.