Abtak Media Google News
ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલા લગ્ન પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને એક સાથે વધારે સમય પસાર કરવાનો સમય નથી મળ્યો. અનુષ્કા પોતાની અપકમિંગ ફિલ્મ ઝીરો અને સુઈ-ધાગા જેવી ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે તો વિરાટ પણ હાલમાં IPLમાં વ્યસ્ત છે. પરંતુ જાણકારી અનુસાર અનુષ્કા પોતાનો બર્થ-ડે વિરાટ સાથે જ મનાવશે.

અનુષ્કા ૧ મેના ૩૦ વર્ષની થશે. એક રિપોર્ટ અનુસા, અનુષ્કા પોતાની બર્થ ડે વિરાટ કોહલીની સાથે બેંગ્લોરમાં મનાવશે.

જોકે આ કપલ કોઇ શાનદાર પાર્ટીનું આયોજન નહી કરે. બંને પરિવારની સાથે ડિનર કરશે.સૂત્રોનુસાર, વિરાટ અને અનુષ્કાને સાથે સમય પસાર કરવાની ઘણી ઓછી તક મળી છે. આથી તેમણે બર્થડેનો સમય સાથે પસાર કરવાનું વિચાર્યું છે. અનુષ્કા ૨૪ એપ્રિલે બેંગલુરુ આવી જશે. બેંગલુરુમાં લગભગ એક અઠવાડીયું વિરાટ સાથે વિતાવ્યા બાદ તે ઝીરોની શૂટિંગ માટે યૂ.એસ રવાના થઈ જશે. ત્યાં લગભગ દોઢ મહિના સુધી શૂટિંગ ચાલશે

રિપોર્ટ્સ મુજબ ઝીરો ફિલ્મમાં અનુષ્કા વૈજ્ઞાનિક બની છે. હાલમાં જ અનુષ્કા, શાહરુખ ખાન અને ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ રાય સાથે મુંબઈમાં યૂએસ દૂતાવાસ ગઈ હતી, ફિલ્મ આ વર્ષે ૨૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.