Abtak Media Google News

જૈન આગમમાં આવતી ધર્મ કથા ગજસુકુમાર મુનિ અને નવ દીક્ષિત થયેલા પૂ. પરમ આરાધ્યાજી મ.. વચ્ચે રહેલી સામ્યતા, વિવિધતા વિશે  વાંચો રસપ્રદ માહિતી..

.પૂ.ગજસુકુમાર મુનિની ઉંમર પણ ૧૬ વષે અને પરમ આરાધ્યાજી મ.સ.ની ઉંમર પણ ૧૬ વષે.

૨.માતા – પિતાની ઈચ્છાથી એક દિવસ માટે રાજા બનેલ ગજસુકુમારે રાજ સિંહાસનઉપર આરુઢ થઈને આદેશ કર્યો કે જલ્દી – જલ્દી વાણંદને બોલાવો,મારા મસ્તક ઉપરથી બોજો ઉતરાવો અને મને ઓઘો એટલે કે રજોહરણ આપો. આરાધનાબેને હોસ્પિટલના બીછાનેથી ઉપચાર કરી રહેલા સેવાભાવી ડો. દોશી સાહેબ અને ડો. ડોબરીયા સાહેબને કહ્યું મને શીઘ્રાતિ શીઘ્ર સંયમ સમવશરણમાં પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. સમીપે લઈ જાવ.મારે આજે જ ગુરુ મુખેથી ” કરેમિ ભંતે ” નો પાઠ ભણી દીક્ષા અંગીકાર કરી  આત્મ કલ્યાણ તરફ પ્રયાણ કરવું છે.

૩.ગજસુકુમાર મુનિને દીક્ષાને દિવસે જ ઉપસગે આવ્યો, આરાધનાબેનને પણ દિક્ષાને દિવસે જ ઉપસગે આવ્યો.

.ગજસુકુમાર મુનિ સંયમ અંગીકાર કર્યાબાદ સાંજે ઉપસગે આવ્યો,જયારે આરાધનાબેનને સંયમ અંગીકાર કર્યા પહેલાં સવારે  ઉપસગે આવ્યો.

૫.ગજસુકુમારના મસ્તક ઉપર ખેરના અંગારા મૂકાયેલ,જયારે આરાધનાબેનના મસ્તક ઉપર લોખંડની તોતીંગ વજનદાર કમાન પડી.

.ગજસુકુમાર મુનિને મહાકાલ સ્મશાનમાં ઉપસગે આવ્યો,જયારે આરાધનાબેનને સંયમ સમવશરણની બહાર રાજકોટ રેસકોસેના મેદાનમાં ઉપસગે આવ્યો.

૭.ગજસુકુમારને ઉપસગે આવ્યો ત્યારે માત્ર બે જ વ્યક્તિ ઉપસ્થિત હતી.એક ગજસુકુમાર પોતે અને ઉપસગે આપનાર સોમીલ બ્રાહ્મણ,જયારે આરાધનાબેનના ઉપસગે સમયે ૨૦,૦૦૦ ની મેદની ઉપસ્થિત હતી.

૮.ગજસુકુમાર મુનિને ઉપસગે આવશે તેવો અંદાજ હતો જ કારણકે તેઓએ બારમી પડીમા ધારણ કરેલી હતી,જયારે આરાધનાબેનને આવી કોઈ જ કલ્પના ન હતી.

૯.ગજસુકુમાર મુનિની ઘટના પ્રભુ શ્રી અરિષ્ટનેમિના શાસનમાં થઈ, જયારે આરાધનાબેનની ઘટના પ્રભુ મહાવીરના શાસનમાં પંચમ આરામા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં થઈ.

૧૦.ગજસુકુમારની માતા દેવકી અને પિતા વસુદેવ હતા.યાદવ કૂળ હતું એટલે શોયે,પરાક્રમ સહજ હોય જયારે આરાધનાબેનનામાતુશ્રી પૂનમબેન ( ડોલીબેન ) અને પિતા મનોજભાઈ ડેલીવાળા એક જૈન વણિક પરિવારમાંથી આવે છે છતાં ખમીરી અને ખૂમારીના દશેન કરાવી જિન શાસનનો ધ્વજ ફરકાવ્યો.ગજસુકુમાર બાલક હતા જયારે આરાધનાબેન  ફૂલ જેવી કોમળ બાલિકા હતી.

૧૧. ગજસુકુમાર કે જેઓ ત્રિખંડાધિપતિ કૃષ્ણ મહારાજાના લઘુબાંધવ હતાં, જયારે આરાધનાબેન પોતે રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિમ.સા.ના સંસારી ભાણેજ છે.સમય આવ્યો ત્યારે વડીલ ભગિની બેન વિરતીએ પણ અજોડ વીરતાના દિદાર કરાવી ધમે સભામાં ઉપસ્થિત સૌને અચંબિત કરી દિધા.

૧૨.ગજસુકુમારની કથા જૈન આગમ શ્રી અંતગડ સૂત્રમાં અંકિત થઈ. આરાધનાબેનના હ્રદયના ઉત્કૃષ્ટ ભાવો,વધેમાન પરિણામો,અકલ્પનિય હિંમત, સહનશીલતા,શોયે અને પરાક્રમની યશોગાથા યુગો – યુગો સુધી ગવાશે.

૧૩.ગજસુકુમાર મુનિએ ઉપસગે સમયે ચિંતન કરેલું કે મારે તો મારા કર્મોના ભુક્કા બોલાવવા છે તેવી જ રીતે આરાધનાબેને પણ ભાવના વ્યકત કરી કે મારા પ્રાણ ભલે જાય,પરંતુ સંયમ અંગીકાર કરવાની મારી આણ ન જવી જોઈએ.

૧૪. ગજસુકુમાર મુનિ સવારે સંસારી,મધ્યાહને મુનિ અને સાંજે સિદ્ધ થઈ ગયેલ.જયારે આરાધનાબેન સવારે આઠ કલાકે શોભાયાત્રામાં,નવ કલાકે હોસ્પિટલમાં અને મધ્યાહને સાધ્વી બની ઉપાસના અને આરાધનામાં લીન થઈ ગયાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.