આરએસએસ દ્વારા વિરાટ પથ સંચાલન યોજાયું

રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દ્વારા તાજેતરમાં રણછોડનગર વિસ્તારથી પ્રસ્થાન પામેલ બે ઘોષ બેન્ડના પથક સાથે સંચલનમાં ખુબ મોટી સંખ્યામાં સ્વયસેવકોએ પુર્ણ ગણેશવેશમાં ભાગ લીધો હતો.

આ દરમ્યાન રાજમાર્ગો પર અનેક નાગરીકો તેમજ સંસ્થાઓ દ્વારા પવિત્ર ભગવા ઘ્વજનું પુષ્પો દ્વારા અભિવાદન તેમજ ભારત માતા કી જય ના ઉદધોષ દ્વારા વાતાવરણને રાષ્ટ્રભકિતમય બનાવી દીધું હતું. શિસ્તબઘ્ધ રીતે પસાર થતા સંચલનને મોટી સંખ્યામાં અનેક નાગરીકો ભાવપૂર્ણ રીતે નિહાળતા જોવા મળ્યા હતા.

Loading...