Abtak Media Google News

લોકોની સુવિઘા માટે ઉભી કરાયેલી આ સુવીધાઓમાંથી હવે વીઆઈપી કલ્ચર દુર કરવામાં આવ્યું છે હવે કોર્પોરટેર હોય કે ધારાસભ્યો સહુ કોઈએ નિયમ મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને કોમ્પ્યુટરાઈઝ ડ્રોના માધ્યમથી જ તેમને હોલની સુવિધા મળી રહેશે. વીઆઈપી વ્યક્તીઓને વીઆઈપી ધોરણે હોલ બુંકીમાં અ્ગ્રીમતા મળતી હતી અને તેમાં ભ્રષ્ટાર થતો હાવોની ફરીયાદો સામે આવી હતી. જેને હાઈકોર્ટમાં અરજદાર દ્વારા જાહેર હિતમાં અરજી કરી આ સીસ્ટમને પડકારવામા આવી હતી.

અરજદારે રજુઆત કરી હતી કે 2011માં સ્ટેન્ડીંગ કમીટીએ કરેલા ઠરાવ મુજબ જે પાર્ટી પ્લોટ, ઓપન એર થીયેટર , કોમ્યુનીટી હોલ એનુ જે હોલ 6 મહિના પહેલાથી બુંકીગ કરાવવાનુ હોય અને કોમ્પ્યુટર થી ડ્રો થાય અને જે તે નિયત કરેલ રુપીયા ભરીને લોકો હોલ મેળવી શકતા હતા. એ સીસ્ટમને નક્કામી બનાવવા માટે કોર્પોરેટરો દ્વારા સ્ટેન્ડીંગ કમીટીમાં એક નવો ઠરાવ કરવામા આવ્યો હતો અને એ ઠરાવના આધારે એ લોકોએ પ્રાયોરીટી બેઝ પર અને ડ્રો કર્યા વગર આવા બધા સ્થળો બુક કરી લેતા હતા.

અને આરટીઆઈના માધ્યમથી એવુ પણ જાણવા મળ્યુ હતુ કે કોઈ કોર્પોરેટરે હોલનુ બુંકીગ કરાવ્યુ હોય અને બીજા કોઈનો ત્યા પ્રસંગ ચાલતો હોય તેવી કંકોત્રી પણ મળી આવી હતી. એટલે તેને લઈને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામા આવી હતી. આખરે આજે કોર્પોરેશને આ બાબતે કડક નિર્ણય લેતા હવે સામાન્ય અને વીઆઈપી તમામ વયક્તીઓને હોલ બુંકીગના કાયદેસરના નીયમને ફોલો કરવાનો રહેશે..

કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટમાં રજુઆત કરાઈ કે 1 ઓગ્સટ 2018ના રોજ થી કોર્પોરેશને એવુ પોલીસ ડીસીઝન લીઘુ છે કે હવે કોઈને પણ કાઉન્સીલર કે ધારાસભ્યને પણ ફોર્મ ભર્યા સીવાય અને ઓનલાઈન ડ્રો સીવાય હોલનુ બુંકીગ મળશે નહી. કોર્પોરેશને લીધેલા આ નિર્ણયની કોર્ટમાં રજુઆત કરતા કોર્ટે આ જાહેર હીતની અરજીનો નિકાલ કર્યો છે.

આ કેસના અરજદાર અને વકીલ કે.આર.કોષ્ટીએ જણાવ્યુ કે આજે કોર્પોરેશન તરફથી એવી રજુઆત કરવામા આવી કે 1 ઓગ્સટ 2018ના રોજ થી કોર્પોરેશને એવુ પોલીસ ડીસીઝન લીઘુ છે કે હવે કોઈને પણ કાઉન્સીલર કે ધારાસભ્યને પણ ફોર્મ ભર્યા સીવાય અને ઓનલાઈન ડ્રો સીવાય હોલનુ બુંકીગ મળશે નહી. કોર્પોરેશને લીધેલા આ નિર્ણયની કોર્ટમાં રજુઆત કરતા કોર્ટે આ જાહેર હીતની અરજીનો નિકાલ કર્યો છે.

હવે થી કોઈ પણ નાગરીકને કોર્પોરેશન તરફથી જે કોમ્યુનીટી હોલ પાર્ટી પ્લોટો કે ઓપન એર થીયેટર ની સુવીઘા જોઈતી હોય તો તે લોકો નિયમ મુજબ અરજી કરવાની રહેશે અને કોર્પોરેટર કે ધારાસભ્યો કોઈને પણ આમા કોઈ અગ્રીમતા મળશે નહી. તેઓએ પણ હવે સામાન્ય લોકોની જેમ જ અરજી કરી હોલની સુવીધા મેળવવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.