વોર્ડ નં.૧૦માં પાણી પ્રશ્ર્ને સ્થાનિક મહિલાઓના ઉગ્ર દેખાવ, કોંગી કોર્પોરેટર સહિત મહિલાઓની અટક

નાના બાળકો વાળા સંપૂર્ણ બીન રાજકીય મહિલાઓને અપમાનિત કરીને અટક કરેલ છે

વોર્ડ નં.૧૦ના અનેક વિસ્તારોમાં મનવાના પાણી વિતરણ ધીમા ફોર્સથી થવાની ફરિયાદોનો ઉકેલ આવતો નથી. ગૃહિણીઓમા ઉગ્ર રોષ જોવા મળ્યો છે. આજ રોજ વોર્ડ નં.૧૦ના પૂ.ની રોડપરના વિસ્તારના મહિલાઓ આ અંગે સોશ્યિલ મીડિયા અને મિડિયાના માધ્યમથી પોતાની વેદના રજૂ કરવા કોર્પોરેટર કલારીયાની ઉપસ્થિતિમાં એકઠા થતા પોલીસે કોર્પોરેટર કાલરિયા, કાર્યકર અભિષેક તાળા સહિત સ્થાનિક ગૃહિણીઓની પણ અટક કરી યુની. પોલીસ સ્ટેશને લવાયેલ છે.

પાણી જેવા જીવન જ‚રી મુદ્દે ગૃહિણીઓ દ્વારા રજૂઆત કરવીએ પણ જાણે ગુન્હો હોયએ રીતે નાના બાળકો વાળા સંપૂર્ણ બીન રાજકીય મહિલાઓને અપમાનિત કરીને અટકકરેલ છે. શાસકોના ઇશારે થતા આવા અમાનુષી અન્યાયને વખોડીએ છીએ, હજુુ બધાઅને અટકમાં રાખેલ છે. મહિલાઓના નાના બાળકો, વૃધ્ધો વગેરેની પરવાદ કર્યા વગર તેની અટક કરી છોડવામાં આનાકાની કરવામાં આવી રહી છે.

પાણી જેવી જીવન જ‚રીયાત વસ્તુની માંગ કરવા આ રાજકરણી અને પોલીસનાં રાજકરણી તંત્ર વચ્ચે નીદોષ અને નીષપક્ષ મહિલાઓને દંડવામાં આવી છે. તેઆ બનાવની આમ જન્તા અને પાણીના મુદ્દે ગયેલી મહિલા મંડળનાં મનમાં પ્રશ્ર્ન ઉદ્ભવે છે કે ખરેખર દવે જીવન જ‚રીયાતની વસ્તુની માંગ કરવામાં પણ જાણે ગુન્હો કર્યો હોય તેમ પોલીસ દ્વારા અટક કરવામાં આવે છે.

મનસુખભાઈને દુ:ખે છે પેટ અને કૂટે છે માથું:  મેયર બિનાબેન આચાર્ય

મનસુખભાઈને દુ:ખે છે પેટ અને કૂટે છે માથું તેમ જણાવી મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા તથા અશ્ર્વિનભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું.

વોર્ડ નં.૧૦માં શિલ્પન રેસિડેન્સીમાં ધીમા ફોર્સથી પાણી મળવા બાબતની વોર્ડ નં.૧૦ના કોંગ્રેસના કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ અન્વયે, વોર્ડના વોટર વર્કસ શાખાના સ્ટાફ દ્વારા સ્થાનિકે શિલ્પન રેસિડેન્સીમાં પાણી વિતરણના સમય દરમ્યાન પાણી ચેક કરતા, અભિષેક એપાર્ટમેન્ટના એક કનેક્શનમાં ફોલ્ટ જણાવ્યા હતા. જે રીપેરીંગ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકામાં નિયત ચાર્જ ભરપાઈ કરી, ફોલ્ટવાળું નળ કનેક્શન રીપેર કરવા સુચના આપવામાં આવી હતી.

જેથી હકીકતમાં ઓછા ફોર્સથી પાણી મળતું હોવા અંગે નળ કનેક્શન ખરાબ હોવા અંગેનો ટેકનિકલ ફોલ્ટ છે. વોટર વર્કસ શાખા તો સંબંધિત વોર્ડ વિસ્તારમાં નિયમિતપણે પુરતા ફોર્સથી પાણી વિતરણ કરે જ છે. તેમ મેયર બીનાબેન આચાર્યે જણાવ્યું છે. વોર્ડ વિસ્તારના લોકો તો શું પરંતુ કોંગ્રેસ પક્ષમાં પણ મનસુખભાઈનો કોઈ ભાવ પૂછતું નથી. જેથી યેન કેન પ્રકારે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને વોર્ડ વિસ્તારના લોકો તથા કોંગ્રેસ પક્ષની સહાનુભૂતિ મેળવવા માટે મનસુખભાઈ બેબાકળા બન્યા છે અને મનસુખભાઈ માટે “દુ:ખે છે પેટ અને કૂટે છે માથું  એવો તાલ સર્જાયો છે. તેમ મેયર અને વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર બિનાબેન આચાર્ય તેમજ કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા તથા કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયાએ અંતમાં જણાવ્યું હતું.

Loading...