સૌરાષ્ટ્રમાં જાહેરનામાનો ભંગ કરી લટાર મારતા ૩૨૫ પકડાયા

66

રાજકોટ શહેરના ૩૮, રાજકોટ ગ્રામ્યના ૧૨૦, મોરબીના ૫૫, બોટાદના ૨૩, ગીર સોમનાથના ૭, દેવભૂમિ દ્વારકાના ૨૬, પોરબંદરના ૨૦ અને જૂનાગઢના ૪૪ શખ્સોની પોલીસે કરી ધરપકડ

કોરોના વાયરસનો ચેપ આગળ વધે નહી તે માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડી કરેલા લોક ડાઉનમાં લટાર મારવા નીકળેલા સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોના ૩૦૫ની પોલીસે ધરપકડ કરી કોરો વાયરસને આગળ વધતો અટકાવવા પ્રયાસ કર્યો છે.

શહેરના રામનાપરામાંથી ત્રણ, એસ્ટ્રોન ચોકમાંથી બે, જ્યુબીલી ચોક પાસેથી એકની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. બી ડિવિઝન પોલીસે પટેલવાડી પાસેથી એકની ધરપકરી છે. ભાવનગર રોડ , ચુનારાવાડ, દુધ સાગર રોડ પરથી ચાર શખ્સોને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. પટેલનગર પાસેથી બે શખ્સને ભક્તિનગર પોલીસે પકડયા છે. કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસેથી નવ શખ્સો, કોઠારિયા રોડ રણુજા મંદિર અને સોલવન્ટ પાસેથી ચાર શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. રેલનગર અને નવી કલેકટર કચેરી પાસેથી આઠ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. રામાપીર ચોકડી અને નાણાવટી ચોક પાસેથી ચાર શખ્સોને ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. બાપા સિતારામ ચોક પાસેથી એક શખ્સને તાલુકા પોલીસે અને શિતલ પાર્ક પાસેથી એક શખ્સને યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટ રૂરલ પાલીસે ધોરાજીના આઠ, જામકંડોરણાના ત્રણ, જેતપુરના સાત, વિરપુરમાં બે, ગોંડલના ૨૧, પડધરીમાં બે, પાટણવાવમાં નવ, જસદણમાં નવ, ભાડલામાં દસ, શાપરમાં ૧૬ અને આટકોટમાં છ શખ્સોની ધરપકડ કરી છે. જામગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૭ શખ્સો, બોટાદમાં ૨૩, ગીર સોમનાથમાંથી ૨૭, દેવભૂમિ દ્વારકામાં ૨૬ અને જૂનાગઢમાં ૪૪ શખ્સોની ધરપકડ કરાઇ છે.

Loading...