Abtak Media Google News

કોલેજોની ૧૦૦૦થી પણ વધુ છાત્રાઓએ રસપુર્વક માણ્યો કાર્યક્રમ

શહેરની ફિલ્મ માર્શલ ક્ન્યા છાત્રાલય ખાતે વેલેન્ટાઇન ડેના નીમીતે પશ્ચિમી સંસ્કૃતિના આંધણુકરણ સામે યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિનું દિશા-દર્શન કરાવવા માટે ભજનીક ગાયક કલાકાર વિનોદ પટેલ દ્વારા ૧૬ સંસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગોવાણી કન્યા છાત્રાલય સહીતની કોલેજની એક હજાર જેટલી છાત્રાઓ ઉ૫સ્થિત રહી હતી.Vlcsnap 2019 02 15 13H07M52S149

છાત્રાલયની દિકરીઓ સંસ્કૃતિ થી પરિચિત થાય તે માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદ પટેલના ૧૬ સંસ્કારનો કાર્યક્રમ રાખ્યો છે.Vlcsnap 2019 02 15 13H08M00S227

સંગીતથી મઢેલો આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મનુષ્ય જીવનમાં આ ગર્ભધાન સંસ્કારથી માંડી અને મૃત્યુ થાય ત્યાં સુધી અગ્ની સંસ્કાર સુધીના કુલ ૧૬ સંસ્કારોનું મહત્વ, ઉદ્દેશ્ય, લક્ષ્ય ઉજાગર કરવા આ થીમ બેઝ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજની યુવા પેઢી અને સમાજને સંદેશો આપવા માંગું છું કે આપણી પાસે ઘણું બધું છે કે આપણે કોઇ પાસે ઉધાર લેવાની જરુરત નથી આપણી સંસ્કૃતિમાં જ બધું પડેલું છે.

ગર્ભ સંસ્કારથી લઇ અગ્નિ સંસ્કાર સુધીના ૧૬ પાઠનો કાર્યક્રમ: જે.એમ. પનારા

અબતક સાથેની વાતચીત દરમિયાન ફિલ્મ માર્શલ ક્ધયા છાત્રાલયના કેમ્પસ ડાયરેકટર ડો. જે.એમ. પનારાએ જણાવ્યું હતું કે અમારા આ કાર્યક્રમમાં ગોવાણી અને ફિલ્ડ માર્શલ કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટી પરષોતમભાઇ ફળદુ સહીત અમારી બન્ને છાત્રાલયની એક હજાર દિકરીઓ ઉ૫સ્થિત રહી છે.અમે વેલેન્ટાઇન ડે ના દિવસે અમે નકકી કર્યુ  કે પશ્ર્ચિમી સંસ્કૃતિના વાયરા ચારે બાજુ  ફેલાય રહ્યા છે. પશ્ચિમી સંસ્કૃતિના તહેવારોનું આધણુકરણ થઇ રહ્યું છે. ત્યારે લોકો આપણી ભારતીય સંસ્કૃતિથી પરિચિત બને આપણી સંસ્કૃતિના તહેવારો આપણું કલ્ચર ઉજાગર થાય તેવા ઉમદા હેતુથી આપણે થોડા પ્રયત્નો કરીશું. કે નવા પેઢીને દિશા અને દર્શન પ્રાપ્ત થકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.