Abtak Media Google News

નિર્ણાયક સરકારનું નિર્ણાયક નેતૃત્વ કરતા મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીનું રાજકોટ ખાતે વિવિધ સામાજિક સંગઠનો અને આગેવાનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટની ભાગોળે નિર્માણાધિન ઇસ્કોન  એમ્બીટો સાઇટ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન આ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રતિભાવમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગામડામાં પણ લોકોને ઘરનું ઘર અને પાકુ ઘર મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા બે લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. લોકોને પોતાનું ઘર આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રી  રૂપાણીએ જણાવ્યું કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાજેવા મોટા શહેરોમાં સૂચિત સોસાયટીનો પ્રશ્ન મોટો હતો. આ શહેરોમાં ૨૨ લાખ પરિવારો સૂચિત સોસાયટીમાં વસવાટ કરે છે. તેમના ઘરનો કોઇ આધાર નહોતો. આવા ઘરોને અધિકૃત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૪ વર્ષ બાદ મહેસુલી કાયદો બદલાવ્યો છે. હવે, સૂચિત સોસાયટીઓ અધિકૃત બનશે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને ગરીબોના ઉતન માટે લેવામાં આવેલા પગલાંની વિગતો આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે દીવાળીના દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ૧.૭પ લાખ ટન મગફળીની ટેકાના ભાવની ખરીદી કરવામાં આવી છે. તૂવેરદાળની પણ ટેકાના ભાવી ખરીદી કરાઇ છે. ખેડૂતોને સૂકા મોલને પાણી પાવા માટે જરૂરત મુજબની વીજળી આપવામાં આવી છે. ગરીબોને નજીવા ભાવે અનાજ આપવામાં આવે છે.

પશુપાલન માટે રાજ્ય સરકાર આગામી દિવસોમાં તાલુકા મકોએ નંદી ઘર બનાવશે, તેમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ગાયોના સંરક્ષણ કી ગામડાઓને ર્આકિ સક્ષમ બનાવવા સરકાર ઇચ્છી રહી છે. તેી જ ગાયોની કત્લ કરનારાઓને નશ્યત કરવા કડક કાયદો અમલી કરાયો છે. ખેડૂત સમૃદ્ધ તો ગામડું સમૃદ્ધ, ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ બનશે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને સાંકળી લઇ બનાવવામાં આવેલા સાંસ્કૃતિક  કાર્યક્રમની સુંદર પ્રસ્તુતી કરવામાં આવી હતી.

રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તા ઉપસ્તિ મહાનુભાવોનાં હસ્તે રાજકોટ ખાતે ઇસ્કોન એમ્બીટો ગૃપ ધ્વારા આયોજીત સમારોહનું મંગલદીપ પ્રગટાવીને ઉદ્દઘાટન કર્યુ હતું. વિવિધ સામાજિક સંસઓ અને અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

રેરાની ઝડપથી અમલવારી થશે: વિજયભાઈ રૂપાણી

રાજકોટની વિવિધ સંસ્થાઓ દ્વારા અભિવાદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રાજકોટ અને ગુજરાતના વિકાસ માટેનો પણ આ અભિવાદન સમારોહ રહ્યો હતો. રાજકોટની જનતા સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને ફળી વળવા જે રીતે અગ્રસર થઈ રહ્યા છે. તેનાથી વાતાવરણ સુંદર થઈ રહ્યો છે. ગૌરવ એ વાતનો છે કે, રાજકોટની તમામ સંસ્થા ગુજરાત અને રાજકોટના વિકાસમાં જોડાઈ રહી છે. વધુમાં રેરા વિશે જણાવતા વિજયભાઈએ કહ્યું હતું કે, રેરાના નિયમો બની રહ્યા છે અને જલ્દીથી જલ્દી તેનો અમલ થાય તેવી યોજના બનાવવામાં આવશે.

રેરા બિલ્ડરો માટે સારો રહેશે: મુકેશ તોગડીયા

આ પ્રસંગે ઈસ્કોન એમ્બીટોના સંસ્થાપક મુકેશ તોગડીયાએ જણાવ્યું હતું કે, વિવિધ સંસ્થાઓ દ્વારા વિજયભાઈનું સન્માન કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ૪૦ વર્ષમાં જે કાર્ય ગુજરાતમાં વિકાસ માટે નહોતા થયા તે વિજયભાઈની અધ્યક્ષતામાં જેટ ગતિએ કામ થઈ રહ્યા છે. તે ગૌરવની વાત કહી શકાઈ. રેરા વિશે માહિતી આપતા મુકેશભાઈએ જણાવ્યું હતું કે રેરા કાયદો બિલ્ડરો માટે સારો જ નિવડશે. ઈસ્કોન એમ્બીટો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈસ્કોન એમ્બીટોમાં ૩૫૦ ફલેટ છે. જેમાં ૧૫૦ ૨ બીએચકેના છે. જયારે ૨૦૦ ફલેટ ૩ બીએચકેના છે અને સરકારની લાગતી તમામ સબસીડીનો લાભ લોકોને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.